જૂનાગઢમાં શિવરાત્રિના મેળા નિમિત્તે રાત્રિના નાગા સાધુઓને રવાડી નીકળી હતી આ રેવેડીમા હજારોની સંખ્યામાં સાધુ-સંતો જોડાયા હતા અને સાધુ સંતોના દર્શન માટે ઠેરઠેર થી મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉમટી પડ્યા હતા રાત્રીના ૮ કલાકે શરૂ થયેલી રવેડી મોડીરાત્રીના બાર વાગ્યા આસપાસ ભવનાથ મંદિરે પહોંચી હતી અને ભવનાથ મંદિરે એક બાદ એક અખાડાઓના ઇષ્ટ દેવો ને મૃગી કુંડમાં સ્નાન કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ વરિષ્ઠ સાધુ સંતોએ પણ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું બાદ એક પછી એક ભભૂત ધારી તમામ સંતોએ હર હર ભોલે ના નાદ સાથે મૃગીકુંડમાં ડૂબકીઓ લગાવી હતી ત્યારબાદ ભવનાથ મંદિરે રાત્રીના ૧૨ કલાકે મહાઆરતી યોજાઇ હતી શિવરાત્રિના મેળા નિમિત્તે પાંચ દિવસ ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ થયો જુનાગઢ ભક્તિમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભવનાથ તળેટી હર ભોલેના નાદ થી સતત ગુંજી રહી હતી શિવરાત્રીના દિવસે નાગા સાધુઓના દર્શન કરી અને નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવના દર્શન કરી મેળો નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો
જૂનાગઢમાં નાગા સાધુઓની રવાડી બાદ મૃગીકુંડમાં સ્નાન કરી મેળો થયો સંપન્ન

Recent Comments