fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં નિવૃત્ત કંડક્ટર સાથે એટીએમથી અજાણ્યા ઈસ્મે ૪૨ હજાર ઉપાડી લેતા ફરિયાદ

જૂનાગઢના વણઝારી ચોકમાં આવેલા ચંદ્રહિમ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ કર્મકાંડ કરતા ૬૬ વર્ષીય નિવૃત કંડક્ટર હર્ષદભાઈ ચિમનલાલ જાેશીનું અમદાવાદના છત્રાલમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું છે. જેમાં ગત તા.૨૨-૧૧-૨૧ના રોજ હર્ષદભાઈ કાળવા ચોકમાં આવેલા ઇન્ડિયન બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે તેઓને પૈસા ઉપાડતા આવડતું ન હોવાથી ત્યાં પૈસા ઉપાડતા એક અજાણ્યા શખ્સને એક હજાર ઉપાડી દેવા મદદ માંગી હતી. આથી આ અજાણ્યાં શખ્સ પૈસા ઉપાડી દઈ સ્ટેટમેન્ટ કાઢી આપવા કહ્યુ હતુ અને હર્ષદભાઈને પાસવર્ડ નાખતા જાેઈ ગયો હતો. બાદમાં હર્ષદભાઇની નજર ચુકવી એટીએમ કાર્ડ બદલાવી લઈને બેંક ઓફ બરોડાનું કાર્ડ આપ્યુ હતુ. થોડીવાર બાદ હર્ષદભાઈના મોબાઈલમાં બેંકના મેસેજ આવ્યા હતા. જેમાં કુલ છ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ.૪૨ હજારની રકમ ઉપાડી લીધી હતી. જે અંગે એ સમયે જ હર્ષદભાઈએ બેંક અને સાયબર પોલીસમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે અજાણ્યાં શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં રહેતા નિવૃત કંડક્ટરએ પૈસા ઉપાડવા અજાણ્યા શખ્સની મદદ માંગી હતી. જે તેમને ભારી પડી હતી. કારણ કે. અજાણ્યા શખ્સે કાર્ડ બદલાવી લઈ પાસવર્ડ મેળવી લઈ તેમના ખાતામાંથી બારોબાર ૪૨ હજારની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે કંડકટરની ફરીયાદના આધારે સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts