જૂનાગઢમાં બે વર્ષથી બંધ રહેલ શિવરાત્રીનો મેળો યોજવા માટે ભાજપ અને કોંગ્રેસે મુખ્યમંત્રી સહિતનાઓને કરી રજૂઆત
જૂનાગઢમાં પરંપરાગત યોજાતા શિવરાત્રીનાં મેળા ને બે વર્ષથી કોરોના નું ગ્રહણ લાગ્યું છે હવે કોરોના નું ગ્રહણ નહિવત રહ્યું છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાના ભાજપના ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ એ એક મતે નિર્ણય કર્યો છે કે ચાલુ વર્ષે કોઈ પણ સંજોગોમાં શિવરાત્રીનો પરંપરાગત મેળો થવો જોઈએ આ માટે આજે ભાજપના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મેળો યોજવા માટેની રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે આ બાબતે જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ પણ મેળો યોજવા ની માંગ કરી છે કેમકે જૂનાગઢમાં શિવરાત્રી ના મેળા ના કારણે સેંકડો લોકોને રોજીરોટી મળે છે અને આ મેળો ગરીબ લોકો માટે નો જ મેળો હોય છે મેળાના આયોજન થી જૂનાગઢમાં મોટા પ્રમાણમાં આર્થિક ભંડોળ પણ આવે છે સરકાર સરકારી કાર્યક્રમોમાં લોકોની મેદની એકઠી કરે છે તો ભગવાનના ભજન માટે યોજાતા મેળામાં મંજૂરી નહીં આપે તો લોકો આંદોલન કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે આ વર્ષે મેળા ના સમર્થનમાં ભાજપ અને કોંગ્રેસ બંને એક મતે મેળો યોજાયો જોઇએ તેવો સૂર વ્યક્ત કર્યો છે ત્યારે સરકાર શું નિર્ણય લે છે તેના પર લાખો લોકો મીટ માંડીને બેઠા છે
Recent Comments