જૂનાગઢ મહાનગર સેવાસદન જૂનાગઢની સ્ટોર શાખા દ્વારા એક ટેન્ડર બહાર પડાયું છે. આ ટેન્ડરમાં મહા શિવરાત્રી મેળા ૨૦૨૨ માટે મંડપ સર્વિસ તેમજ તેને આનુષંગિક કામગીરીનું છે. જેની કિંમત રૂપિયા ૬૦,૦૦,૦૦૦ રખાઇ છે. આ કામ માટે અનુભવી પાર્ટીઓ પાસેથી ઓનલાઇન ટેન્ડર ભરવા જણાવાયું છે. આ ટેન્ડર ૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના સાંજના ૬ વાગ્યાથી લઇને ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના સાંજના ૬ વાગ્યા સુધી ભરી શકાશે. ભરેલ ટેન્ડરો ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના બપોરના ૧૨ વાગ્યાથી ખુલશે. આ ટેન્ડરમાં બાનાની રકમ ૧,૮૦,૦૦૦ અને ટેન્ડર ફિ ૫,૦૦૦ નક્કી કરાઇ છે. ત્યારે સવાલ એ થાય છે કે, મેળાની મંજૂરી મળી ગઇ છે?
ક્યા આધારે આ ટેન્ડર મંગાવાય છે? હજુ મેળો થશે કે નહિ તે નક્કી નથી તેમ છત્તાં આ રીતે ટેન્ડર બહાર પાડવાનું કારણ શું તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ રીતે માત્ર જાહેરાતો આપી પ્રજાના નાણાંનો બેફામ ખર્ચ કરવા પાછળનું કારણ શું તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન મેળાની મહાનગરપાલિકા દ્વારા કરાતી તૈયારી અને બહાર પડાયેલા ૬૦,૦૦,૦૦૦ના ટેન્ડર બાદ આ અંગે જિલ્લા કલેકટર રચિત રાજનો સંપર્ક કરાયો હતો. બાદમાં મહા શિવરાત્રી મેળાની સરકારે મંજૂરી આપી છે કે કેમ ? તે અંગે જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે જિલ્લા કલેકટરે ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, નો પરમિશન આ ર્નિણય હજુ પેન્ડીંગ છે.જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું નક્કી નથી અને મનપા દ્વારા ટેન્ડર બહાર પાડ્યું
Recent Comments