fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં હનીટ્રેપનો સિલસિલો યથાવત, ટીન્ડર એપમાં યુવતીના નામે ચીટર્સનો ભેટો! યુવકે માર ખાઈને નાણાં ગુમાવ્યાં

જૂનાગઢ શહેરના બોર્ડિંગ વાસમાં રહેતા રવિ હરીભાઇ સોલંકી ઉંમર વર્ષ 28 ના થોડા દિવસ પહેલા છોકરા છોકરી વિશે માહિતી મળે તેવી ટીન્ડર એપ વિશે માહિતી મળી હતી આથી તેણે એપ ડાઉનલોડ કરી ગઈકાલે એક આઇડી પર રવિ સોલંકી ને વાત થઈ હતી તેમાં એક છોકરીના નામે અજાણ્યા શખ્સે મીઠી મીઠી વાત ના મેસેજ કર્યા બપોરે ત્રણ વાગ્યે રવિ છોકરી સાથે મેસેજ માં વાત કરતો હતો ત્યારે સામેથી મળવા બોલાવ્યો હતો પહેલા તો રવિ એ ના પાડી હતી બાદમાં મેસેજ કરી કોઈ પ્રોબ્લેમ નહીં થાય તેમ કહી રવિ સોલંકી ને ઘાંચી પટ વિસ્તારમાં આવેલા કચરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બોલાવ્યો હતો આથી રવિએ ત્યાં જઈ મેસેજ કરતા રૂમમાં આવવા કહેવામાં આવ્યું રવિ રૂમમાં જતા અજાણ્યા એક યુવાને દરવાજો બંધ કરી દીધો બાદમાં ત્રણ યુવકે રૂમમાં આવી ગાળો આપી મારી તું નહીં ખરાબ ધંધો કરવા આવ્યો છું તેમ કહી મોબાઇલ લઇ લીધો અને જીવતા જવું હોય તો પચાસ હજાર આપવા પડશે તેવી ધમકી આપી બાદમાં આ ચારેય શખ્સોએ રવિ પાસેથી મેળવી લે ફોન માં રહેલી google pay એપ મારફતે ૩૧૦૦૦ ટ્રાન્સફર કરી લીધા બાદ માં એટીએમ કાર્ડ લઇ લીધું અને મારામારી એટીએમનો પીન નંબર મેળવી એટીએમમાં જઈને ત્યાંથી બે યુવકે 24000 ઉપાડી આવ્યા બાદ google pay એપ ડીલીટ કરી નાખી અને રવિને છોડી મૂકયો હતો આ ઘટના ઘરે જઈ પોતાના મિત્ર ને બોલાવી સમગ્ર વાત કરી હતી અને ત્યારબાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે

Follow Me:

Related Posts