જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં રહેતો સાગર ઉર્ફે સાગરો પ્રવિણ રાઠોડ મજેવડી દરવાજાથી નવી સિવિલ હોસ્પિટલ જતા રોડ પર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઉભો હોવાની બાતમી મળતાં એલ.સી.બી.ના પી.આઇ એચ.આઇ. ભાટી સહિતના સ્ટાફ સાથે ગત સાંજે આ સ્થળે જઈને દરોડો પાડયો હતો.
દરોડો પાડી સાગર ઉર્ફે સાગરાને પકડી તેની તલાશી લેતાં તેની પાસેથી 5.50 લાખની કિંમતનું 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું એલસીબીએ ડ્રગ્સ તેમજ બે મોબાઈલ અને બાઇક સહિત કુલ 650000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ સાગર ઉર્ફે સાગર રાઠોડની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સ મુંબઈના અંધેરી વિસ્તારના સાગર ખાન ઉર્ફે સાગર દાદા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી.
એલસીબી પીએસઆઇ ડી જી બળવા આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ અંગે એસઓજી પીઆઇ એ એમ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢમાં ડ્રગ્સની હેરાફેરી ચિંતાજનક રીતે વધી રહી છે આવા મોંઘા ડ્રગ્સ વેપલા કરતાં પકડાય છે પરંતુ તેનો ઉપયોગ પણ કરે છે તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી જૂનાગઢવાસીઓને માંગ છે
Recent Comments