fbpx
ગુજરાત

જૂનાગઢમાં LUTસર્ટીફીકેટ આપવા માટે રૂપિયા ૧૨ હજારની લાંચ લેતા ક્લાસ -૧ અધિકારી ઝડપાયાં

લાંચિયા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ વચ્ચે એસીબીએ ફરી એક વખત જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, આ વખતે ક્લાસ-૧ અધિકારીને રૂપિયા ૧૨ હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ અંગેની માહિતી અનુસાર, જૂનાગઢના ય્જી્‌ વિભાગમાં કામ કરતાં ક્લાસ-૧ અધિકારી એવા વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા જેઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

જે પછી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. એસીબીની કાર્યવાહીથી અન્ય લાંચિયાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. જૂનાગઢ આસિસ્ટન્ટ કમિશનરની ઓફીસ, ય્જી્‌ કચેરી, ઘટક-૮૪, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ફરિયાદી પાસે ન્ેં્‌ સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા ૧૨ હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં ખુદ આસિસ્ટન્ટ કમિશનર આવી ગયા હતા. જેવી લાંચની રકમ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. હાલમાં આરોપીને ડિટેઇન કરીને તેમને પાસેથી લાંચની ૧૨ હજારની રકમ રિકવર કરવામાં આવી છે.

Follow Me:

Related Posts