જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની જામીન અરજી જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી
કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા પીઆઇ તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી, કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી છે, જેથી તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા ૬ ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. છ્જીએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે.
Recent Comments