fbpx
ગુજરાત

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં થયો ખુલાસો, સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યું

ગુજરાત છ્‌જીએ જુનાગઢ તોડકાંડ મામલે અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી જૂનાગઢ તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં છ્‌જીએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. અમદાવાદના માધુપુરામાં ૨૫૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે ૧,૦૦૦થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો,

ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. ઁઝ્રમ્ દ્વારા જીસ્ઝ્રને ૫૩૫ બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના ૧,૦૦૦ બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી. જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા.

એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના ૮૦ ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા છ્‌જીને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે. મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત છ્‌જી દ્વારા ડ્ઢૈંય્ દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, ર્જીંય્ પોલીસ એ.એમ. ગોહિલ અને છજીૈં દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે.આ તોડકાંડમાં હાલ છજીૈં દીપક જાનીની અટકાયત કરાઈ છે જાે કે ઝ્રઁૈં તરલ ભટ્ટ અને ર્જીંય્ના પોલીસ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ છજીૈં દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમા એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts