સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ બાયપાસ હાઈવે પર ટ્રક અને કારના અકસ્માતમાં ૨ના મોત

વંથલી-જૂનાગઢ બાયપાસ પર સવારે ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારા અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ૨૫ વર્ષીય પાર્થ તારસિંગભાઈ ચૌહાણ અને ૪૨ વર્ષીય નરેન્દ્રભાઈ ભગવાનભાઈ પરમારના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિની હાલત અતિગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. લોકો દ્વારા સર્જાતા ૧૦૮ને જાણ કરાવી હતી અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ૧૦૮ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા વંથલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts