રાજ્યના જૂનાગઢ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. જેમાં જૂનાગઢમાં મહાનગરપાલિકાએ સખ્ત પગલું ભર્યું છે. જેમાં જૂનાગઢમાં મહાનગરપાલિકાએ સફાઇ કોન્ટ્રાક્ટરને ૩૫ લાખનો દંડ ફટકાર્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સફાઇ કરવામાં બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર ડી.જી. નાકરાણીને ૩૫ લાખનો દંડ ફટકાર્યો છે.
કોન્ટ્રાક્ટર નાકરાણીએ અનેક શહેરોમાં સફાઇના મોટા કોન્ટ્રાક્ટ રાખ્યા છે. પરંતુ આ દરમ્યાન તેમણે અનેક સફાઇ કર્મચારીઓને પગાર પણ ન ચૂકવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જૂનાગઢ મનપાએ દંડ ફટકાર્યા બાદ કોન્ટ્રાક્ટરે છેલ્લા બે દિવસથી સફાઇની કામગીરી બંધ કરી છે. જાે કે મનપાના સફાઇ કર્મચારીઓ દ્વારા શહેરની સફાઇનું કામ યથાવત રાખવામાં આવ્યું છે.
Recent Comments