જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં 30 જર્જરિત મકાનને નોટિસ, 28 વોકળાની સફાઈ કામગીરી હાથ ધરાઈ
જુનાગઢ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત હાલ શહેરના દરેક વોર્ડમાં કામગીરી ચાલુ છે.
આગામી 10 જૂન સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી અંતર્ગત શહેરમાં ચોમાસા દરમિયાન જુનવાણી મકાનનું સર્વે કરવામાં આવ્યો છે તે મકાનોના જર્જરિત ભાગો જેવા રવેસ બાલકની દિવાલ બાંધકામ સહિતનો સર્વે કરી અત્યાર સુધીમાં આવા 30થી વધુ જર્જરિત મકાનને નોટિસ આપવામાં આવી છે.
આવા મકાનોના માલિકોને કોઈ દુર્ઘટના ન બને તે માટે પહેલાં જ પોતાની મેળે આવા જર્જરિત બાંધકામો ઉતારી લેવા સૂચના આપી દેવામાં આવી છે સાથે શહેરમાંથી પસાર થતા અલગ અલગ વિસ્તારોના 28 જેટલા વોકડાઓની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે અહીં દરેક સ્થળ પર બે જેસીબી અને ટેકટર પાંચ માણસોના સ્ટાફ દ્વારા કામગીરી ચાલી રહી છે સાથે શહેરની મુખ્ય ગટરની સફાઇ માટે દરેક વોર્ડમાં સફાઈ કામદારો અને સ્ટાફ દ્વારા સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ચોમાસામાં ભારે પવનના કારણે કોઈ મોટાં હોર્ડિંગ ન પડે તે માટે શહેરમાં આવેલા અલગ-અલગ 43 જેટલા હોર્ડિંગ્સ અને 11 જેટલી ગ્રેન્ટી બોર્ડની મજબૂતાઈ કરવા સૂચના આપવામાં આવી છે
Recent Comments