જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની ૧ પિસ્ટલ તથા ૧ જીવતા કાર્ટીસ સાથે એક ઇસમોને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ રામદેપરા વિસ્તારમાં ઉભો છે અને તેમની પાસે હથીયાર હોવાની ચોક્કસ બાતમી મળેલ જે ચોક્ક્સ બાતમી આધારે રામદેપરા અનાજ માર્કેટીગયાર્ડ જવાના મેઇનરોડ ઉપરથી એક ઇસમને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૦૧ તથા જીવતો કાર્ટીસ – નંગ-૦૧ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ કલમ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે એ ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ, સરનામુઃ-
કિશોર ઉર્ફે કિશન ગોરધનભાઇ મકવાણા, કોળી, ઉ.વ.- ૨૬, ધંધો- ખેતી, રહે. (હાલ) માલીયાસણ, મહીન્દ્રા શો રૂમની સામે, કુવાડવા રોડ, તા.જી.રાજકોટ કિશોરભાઇ કિહલાના મકાનમાં ભાડેથી
(મુળ) આણંદપુર ગુંદા, તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગર
આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત
દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-1 કિ.રૂ. ૨૫,૦૦૦/-
જીવતો કાર્ટીસ નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦/-
મળી કુલ કિ.રૂ. ૨૫,૧૦૦/-નો મુદામાલ પક્ડી પાડેલ છે.
આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત:-
મહીલા પો.સ્ટે રાજકોટ શહેર ફ.૩૦/૧૪ આઇ.પી.સી કલમ ૩૭૬ મુજબ
આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક ઇસમોને પિસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૨૫,૧00/- ના મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો.હેડકોન્સ સામતભાઇબારીયા, દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર,બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા,રવીરાજ વાળા, , જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.
.
Recent Comments