fbpx
રાષ્ટ્રીય

જૂના કેસમાં હજારો ટેક્સપેયર્સને મળી GSTની નોટિસ

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (ય્જી્‌) વિભાગ આ દિવસોમાં ખૂબ જ કડક બન્યો છે. ખાસ કરીને તે વીમા કંપનીઓને નોટિસ મોકલી રહ્યા છે. જેના કારણે વીમા કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ય્જી્‌ વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮ના મામલામાં હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે. સૌથી મોટી વાત એ છે કે કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીને પણ ય્જી્‌ વિભાગ તરફથી કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં મારુતિ સુઝુકીને જલ્દી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, ય્જી્‌ વિભાગે દેશભરની હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે.. ય્જી્‌ વિભાગનું કહેવું છે કે આ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ટેક્સ પેમેન્ટમાં છેતરપિંડી કરી છે.

મારુતિ સુઝુકી સહિતની આ કંપનીઓએ નિર્ધારિત કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો છે. ખાસ વાત એ છે કે ય્જી્‌ વિભાગે પોતાની નોટિસમાં તમામ કંપનીઓ માટે જવાબ આપવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર નક્કી કરી છે. આનો અર્થ એ છે કે જે કંપનીઓ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપી શકી નથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ય્જી્‌ વિભાગ અનુસાર, ય્જી્‌ આઉટપુટ અને કંપનીઓની જવાબદારીઓ એકબીજા સાથે મેળ ખાતી ન હતી. આ સિવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ટેક્સ ક્રેડિટનો ખોટો દાવો અને ડિસ્કાઉન્ટેડ સપ્લાયના કેસમાં ક્રેડિટ રિવર્સલ જેવા કારણોસર પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.. ય્જી્‌ વિભાગે છેલ્લા ૧૫ દિવસમાં કંપનીઓને આ નોટિસ મોકલી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ય્જી્‌ વિભાગે કોઈ કંપનીને નોટિસ મોકલી હોય. આ પહેલા પણ વિભાગે ૬ વીમા કંપનીઓને નોટિસ મોકલી છે. જ્યારે વીમા કંપની ૈંઝ્રૈંઝ્રૈં પ્રુડેન્શિયલને ય્જી્‌ વિભાગ તરફથી નોટિસ મળી, ત્યારે તેણે શેરબજારોને પણ તેની જાણ કરી છે. જાે કે, ૈંઝ્રૈંઝ્રૈં કેસમાં, ય્જી્‌ વિભાગે કહ્યું હતું કે આ કંપનીએ રિ-ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી લીધી હતી, પરંતુ વધુ ય્જી્‌ ચૂકવ્યો નથી.

Follow Me:

Related Posts