ગુજરાત

જૂન ઝઘડાની અદાવત રાખીને યુવાને રાણીપમાં એક આધેડની હતા કરી

શહેરમાં આવેલા રાણીપ વિસ્તારમાં એક હત્યા ની ઘટના બની હતી જેમાં, ઠાકોર વાસમાં રહેતા કાંતીજી ઠાકોર નામના આધેડની અજય ઠાકોર ઉર્ફે સુનિલે હત્યા કરી હતી. જૂન ઝઘડાની અદાવત રાખીને આરોપી યુવાને છરીથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડતા આધેડનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા રાણીપ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સામે આરોપી સુનિલ ઠાકોરને પણ મારા મારી દરમિયાન માથામાં ઇજાઓ થઈ હોય પોલીસે તેને રાઉન્ડઅપ કરીને પોલીસ જાપતા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે થોડાક સમય પહેલા મૃતકના ભાઈ અને આરોપીના પરિવાર વચ્ચે ઘર બનાવવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મૃતકે આરોપીને તે સમયે ઠપકો આપ્યો હતો અને એ બાબતની અદાવત રાખીને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. તેવામાં હાલ તો રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની સારવાર પૂર્ણ થયા બાદ ધરપકડ કરી પુછપરછ માટેની પ્રક્રિયા હાથ ધરી છે.

Related Posts