જેએનયુના વાઈસ ચાન્સેલરનું ભગવાન પર વિવાદિત નિવેદન
દેશમાં જાતિ અંગે થઈ રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (કુલપતિ) શાંતિશ્રી ધુલિપુડી પંડિતે કહ્યું કે માનવ વિજ્ઞાન મુજબ કોઈ પણ દેવતા ઊંચી જાતિમાંથી નથી અને એટલે સુધી કે ભગવાન શિવ પણ અનુસૂચિત જાતિ કે જનજાતિમાંથી હોઈ શકે છે. એક કાર્યક્રમને સંબોધતા જેએનયુના કુલપતિએ કહ્યું કે હું તમામ મહિલાઓને જણાવી દઉ કે મનુસ્મૃતિ મુજબ તમામ મહિલાઓ શુદ્ર છે .
આથી કોઈ પણ મહિલા એવો દાવો કરી શકે નહીં કે તે બ્રાહ્મણ કે અન્ય કોઈ છે અને તમને ફક્ત પિતાથી કે વિવાહ દ્વારા પતિની જાતિ મળે છે. ‘ડો. બીઆર આંબેડકર્સ થોટ્સ ઓન જેન્ડર જસ્ટિસઃ ડિકોડિંગ ધ યુનિફોર્મ સિવિલ કોડ’ નામના એક કાર્યક્રમને સંબોધતા શાંતિશ્રી ધુલિપુડીએ સોમવારે નવ વર્ષના એક દલિત છોકરા સાથે હાલમાં થયેલી જાતિય હિંસાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈ પણ ભગવાન ઊંચી જાતિના નથી. તેમણે કહ્યું કે ‘તમારામાંથી મોટાભાગનાએ આપણા દેવતાઓનીઉત્પતિ કે માનવ વિજ્ઞાનની નજરે જાેવા જાેઈએ. કોઈ પણ દેવતા બ્રાહ્મણ નથી, સૌથી ઊંચા ક્ષત્રિય છે. ભગવાન શિવ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિથી હોવા જાેઈએ કારણ કે તેઓ એક સાંપ સાથે એક સ્મશાનમાં બેસે છે અને તેમની પાસે પહેરવા માટે બહુ ઓછા કપડાં છે. મને નથી લાગતું કે બ્રાહ્મણ સ્મશાનમાં બેસી શકે’. તેમણે એમ પણ કહ્યું કે લક્ષ્મી, શક્તિ એટલે સુધી કે જગન્નાથ સહિત દેવતા હ્રુમન સાયન્સની નજરે ઉચ્ચ જાતિમાંથી નથી. વાઈસ સાન્ચેલરે કહ્યું કે વાસ્તવમાં જગન્નાથ આદિવાસી મૂળના છે.
તેમણે કહ્યું કે ‘તો પછી આપણે હજુ પણ આ ભેદભાવને કેમ ચાલુ રાખ્યો છે જે ખુબ જ અમાનવીય છે. એ ખુબ મહત્વપૂર્ણ છે કે આપણે બાબા સાહેબના વિચારો પર ફીથી વિચારી રહ્યા છીએ. આપણા ત્યાં આ મહાન વિચારક જેવા આધુનિક ભારતના એવા કોઈ નેતા નથી.’ તેમણે કહ્યું કે હિન્દુ કોઈ ધર્મ નથી પણ એક જીવન જીવવાની પદ્ધતિ છે અને જાે તે જીવન જીવવાની રીત છે તો આપણે આલોચનાથી કેમ ડરીએ છીએ. તેમણે કહ્યું કે ગૌતમ બુદ્ધ આપણા સમાજમાં અંતનિર્હિત ભેદભાવ પર આપણને જગાડનારા પહેલા લોકોમાંથી એક હતા. આ સાથે જ તેમણે યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યાએ ‘કુલગુરુ’ શબ્દના ઉપયોગની શરૂઆતની પણ વકિલાત કરી છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કુલગુરુ શબ્દના ઉપયોગનો પ્રસ્તાવ જેન્ડર ન્યૂટ્રાલિટી લાવવાના હેતુથી કરાયો છે.
Recent Comments