બોલીવુડ અભિનેત્રી હાલ તો મોટી મુશ્કેલીમાં જાેવા મળી રહી છે કારણ કે ઈડીના જણાવ્યા મુજબ જેકલીન વિરુદ્ધ આ તો શરૂઆતની કાર્યવાહી છે. કેસમાં તે હજુ પણ વધુ ફસાઈ શકે છે. વધુ સંપત્તિ જપ્ત થઈ શકે છે. ઈડી છેલ્લા એક વર્ષથી આ મામલે તપાસ કરી રહી છે. બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફનાર્ન્ડિઝ મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. જબરદસ્તીથી વસૂલી કેસમાં ઈડીએ અભિનેત્રી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જેકલીનની ૭.૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ અટેચ્ડ સંપત્તિમાં જેકલીનની ૭.૧૨ કરોડની ફિક્સ ડિપોઝિટ પણ સામેલ છે. પ્રોપર્ટી અને ભેટ જેકલીનને સુકેશ ચંદ્રશેખરે આપેલા હતા. ઈડીના જણાવ્યાં મુજબ પકડમાં આવેલો ઠગ સુકેશ ચંદ્રશેખરે વસૂલીના પૈસાથી જેકલીનને ૫.૭૧ કરોડની ભેટ આપી હતી. સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને પણ પૈસા મોકલાવ્યા હતા. અત્રે જણાવવાનું કે સુકેશ સાથેના જેકલીનના અંગત પળના ફોટા પણ વાયરલ થયા છે. સુકેશે દિલ્હીની જેલમાં હતો ત્યારે એક મહિલાના ૨૧૫ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારબાદ તેણે જેકલીનને આ જ પૈસામાંથી કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં હીરાના દાગીના, ૫૨ લાખનો ઘોડો વગેરે સામેલ છે.
જેકલીન ફનાર્ન્ડિઝની ૭ કરોડથી વધુની સંપતિ ઈડીએ જપ્ત કરી

Recent Comments