fbpx
બોલિવૂડ

જેકવેલિન ફનાર્ન્ડિઝને ૨૬ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું

જેકવેલિન ફનાર્ન્ડિઝ કદાચ તેના નસીબને કોસતી હશે કે, હું શું કામ ઈન્ડિયા આવી અને મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. શ્રીલંકન બ્યૂટીએ ઘણાં ઓછા સમયમાં જ તેના ગ્લેમરસ લૂક અને અદાઓથી ભારતમાં કરોડો ફેન્સ બનાવી તો લીધા પણ કદાચ પૈસા બનાવવાની લાલચ અત્યારે તેને ભારે પડી રહી છે. કૌભાંડી સુકેશ સાથેના સંબંધોનું રાઝ બહાર આવતા જ ઈડીએ જેકવેલિન સામે લાલ આંખ કરી હતી અને તેને અનેકવાર પૂછપરછ માટે બોલાવી હતી. આખરે, ઈડીની આ કેસમાં ઊંડી તપાસ બાદ, જેકવેલિનની આસપાસ ગાળિયો કાસતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રૂપિયા ૨૦૦ કરોડના કૌભાંડી સુકેશ પાસેથી જેકવેલિને લગભગ ૭થી ૮ કરોડ રૂપિયાની ગિફ્ટ મેળવી હોવાનું સામે આવ્યું છે.

અનેક મોંઘીદાટ ગિફ્ટ્‌સની સાથે આ શ્રીલંકન બ્યૂટીની વિદેશમાં રહેતી માતા, બહેન અને ભાઈને પણ કરોડો રૂપિયા મોકલી મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેકવેલિન સહિત નોરા ફતેહી અને બીજી અનેક એક્ટ્રેસનું નામ આ કેસમાં સામે આવી ચૂક્યું છે અને ચાલબાઝ સુકેશ અનેક હીરોઈન્સને ફ્રી ગિફ્ટ્‌સ આપીને તેમની નજીક પહોંચી ચૂક્યો હતો પરંતુ ફક્ત જેકવેલિન સામે જ ઈડીએ કાર્યવાહી કરતાં જેકવેલિન અકળાઈ હતી અને જેકવેલિને અગાઉ સવાલ ઉઠાવ્યો હતો કે, આ કૌભાંડમાં બીજા પણ સામેલ હતા પરંતુ ઈડી ફક્ત મારી સામે જ કાર્યવાહી શું કરવા કરે છે? દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જેકવેલિનને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેને ૨૬ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું છે.

જેકવેલિન પોતાની જાતને આ કેસમાં નિર્દોષ જાહેર કરી ચૂકી છે અને અગાઉ તેણે કહ્યું હતું કે, તે જણાતી જ ન હતી કે, સુકેશ કૌભાંડી છે અને અનેકવાર મારા તરફથી ના પાડવામાં આવી હોવા છતાં સુકેશ તેને ગિફ્ટ અને પૈસાની મદદ કરી રહ્યો હતો. કોર્ટ જેકવેલિનને આકરી સજા કરશે અને જેલના સળિયા પાછળ ધકેલશે કે જેકવેલિન કોર્ટમાં પણ ઈમોશનલ અદાકારીથી સજાથી બચાવમાં સફળ રહેશે તે તો સમય જ કહેશે.

Follow Me:

Related Posts