જેકી ભગનાની પર ગંભીર આરોપ લગાવનાર મોડલને જાનથી મારી નાંખવાની મળી ધમકી
મોડલ અપર્ણાએ મે મહિનામાં અભિનેતા જેકી ભગનાની, ફોટોગ્રાફર જુલિયન કોલસ્ટન અને સાત અન્યની વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધાવી હતી. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના નિવેદનમાં અપર્ણાએ નવ લોકોના નામ આપ્યા હતા. તેમાં ટી-સીરીઝના કૃષ્ણકુમાર, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજીત ઠાકુર, ગુરજાેત સિંહ, વિષ્ણુ ઇંદુરી, અને ક્વાન એન્ટરટેઇનમન્ટના અનિર્બાન બ્લા સામેલ છે.
જેકી ભગનાની અને ફોટોગ્રાફર જુલિયન કોલસ્ટન પર ગંભીર આરોપ મૂકનાર ૨૮ વર્ષની મોડલે ૨૬ મેના રોજ એફઆઈઆર નોંધાવી હતી. મોડલે હવે દાવો કર્યો છે કે તેને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. ઇંસ્ટાગ્રામ પર એક લાંબી નોટમાં અપર્ણાએ પોતાની આપવીતી શેર કરી અને કહ્યું કે જાે મારી સાથે કંઇપણ અસ્વાભાવિક થાય છે તો આ નવ આદમીઓને જવાબદાર ગણાવા જાેઇએ.
અપર્ણાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું, કહેવા માટે આ ‘હાઇ પ્રોફાઇલ’ લોકો હજુ પણ મને ઇનડાયરેકટ રીતે હિંસક તસવીરો અને વીડિયો મોકલીને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. મેં આ સેકડોં એકાઉન્ટસને બ્લોક કરી દીધા છે અને કેટલાંકનો રિપોર્ટ કર્યો છે. તેમના રિપોર્ટમાં યુઝર નેમ અજીબ છે, સાથઓ સાથ તેમાથી આવતી તસવીરોમાં ઉશ્કેરણીજનર વાતો સ્પષ્ટ હોય છે. આ ટાઇમ કરતાં પણ મારા હાથ કંપી રહ્યા છે. મેં આ અંગે પોલીસને સૂચિત કર્યા છે પરંતુ તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં જવાની અને એક એફઆઇઆર નોંધાવા માટે કહ્યું છે પરંતુ મારી પાસે હવે આ પ્રકારની ધીરજ કે ઉર્જા નથી. મને યાદ છે કે મને ૩ સપ્તાહ લાગ્યા હતા આ લોકોની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવામાં.
અપર્ણાએ લખ્યું, આથી હું બધાને એ કહેવા માંગીશ કે જાે અંતિમ ર્નિણય આવતા પહેલાં અને ત્યારબાદ પણ મારી સાથે કંઇપણ અપ્રાકૃતિક થાય છે તો મેં જે લોકોના નામ લીધા છે તે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ લોકો સિવાય દુનિયામાં બીજું કોઇ મારું દુશ્મન નથી.
Recent Comments