fbpx
ગુજરાત

જેટકોની ભરતી રદ થતા રાજકોટમાં NSUIનું વિરોધ પ્રદર્શનભરતી પ્રક્રિયામાં ગેરરિતી થતા હજારો યુવાનોનું સ્વપ્ન રોળાયુ હોવાનો NSUI નો આક્ષેપ

રાજકોટ,રાજ્યભરમાં જેટકોની ભરતી મુદ્દે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યા છે. ત્યાં જ જેટકોની ભરતી રદ થતા રાજકોટમાં દ્ગજીેંૈંએ વિરોધ કર્યો છે. દ્ગજીેંૈંના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે. તો ભરતી પ્રક્રિયામાં ગેરરિતી થતા હજારો યુવાનોનું સ્વપ્ન રોળાયુ હોવાનો દ્ગજીેંૈંએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ વડોદરામાં જેટકો દ્વારા ૧૨૨૪ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે પોલ ટેસ્ટમાં ખામી હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ.તો ભરતી રદ કરવાને લઇને ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.તો આ તરફ જેટકોની પરીક્ષા રદ થતાં રાજ્યભરમાં ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. સતત બીજા દિવસે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન યથાવત જાેવા મળી રહ્યુ છે.તો વડોદરામાં જેટકોની ઓફિસ બહાર મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ.

Follow Me:

Related Posts