અમરેલી

જેણે લોકોને જાગૃત કરવાના હોય….! ,રાજુલામાં સમી સાંજે વરસાદ પડતા તાલુકા પંચાયતમાં રહેલ ફાઇલો પલળી જતા દોડધામ

રાજુલા તાલુકામાં આજે સાંજના પાંચ વાગ્‍યે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડતા રાજુલામાં વીજળી ગુલ થઇ છે.આમ આ વરસાદથી ખેડૂતોમાં દોડધામ શરૂ થઇ ગઇ છે. મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હજુ નળીયા કે લાઇટ નથી લાઇટ આવી નથી આ કમોસમી વરસાદથી ખેડૂતોને પણ ભારે નુકસાન થશે હજી ખેડૂતોના ઘરમાં બિયારણ નથી, વાવણીના ઠેકાણા નથી, આ વરસાદથી કપાસનું વાવેતર આગોતરુ થાય તો નવાઇ નહીં.

આમ આ વરસાદથી રાજુલામાં હવેલી શોક, બસ સ્‍ટેશન, શ્રીજી નગર વિસ્‍તાર ગટર બંધ હોવાથી પાણી ભરાઇ ગયા હતા. ધીમીધારે વરસાદ શરૂ છે. જયારે જાફબાદ વિસ્‍તારમાં માત્ર પવન હતો વરસાદ જોવા મળ્‍યો નથી. શહેરમાં અડધો થી પોણો ઈંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળેલ છે.

આ વરસાદથી આજે રાજે રાજુલા તાલુકા પંચાયતમાં ફાઇલો પલળતા જોવા મળી હતી. તાલુકામાં કહેવાય છે કે આવેલા ફોર્મના ફોટા લાવો લેવા માટે કર્મચારીઓ દોડધામ કરતા હતા. આઠ દિવસ થયા છતાંપણ તાલુકા પંચાયત ફોર્મ સુરક્ષિત જગ્‍યાએ મુકવા માટેની વ્‍યવસ્‍થા કરી શકી નથી. તાલુકા પંચાયતમાં હલ્‍લો મચી ગયો હતો. તસ્‍વીરમાં ફાઇલો પર પાણી પડતુ જોવા મળ્‍યુ હતુ. જિલ્‍લા વિકાસ અધિકારી આ અંગે તપાસ કરાવશે ખરા ? તાત્‍કાલિક રાજુલા ખાતે તાલુકા વિકાસ અધિકારીને જગ્‍યા ભરવામાં આવે તો અગાઉ નુકસાન થઇ અને ફાઇલો અગત્‍યનું દફતર વાવાઝોડામાં પલળી ગયો હતો. આજે પાછુ        પલળેલુ જોવામળતુ હતુ તથા વરસાદ પડેલો હતો અને કર્મચારીઓએ દોડધામ કરતા જોવા મળેલ છે.

Related Posts