જેતપુરમાં કાગળની જેમ પતરા ઊડ્યા સર્વત્ર જળબંબાકાર
શહેરમાં ૬૦થી ૬૫ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બુધવારે બપોરના સમયે રાજકોટનું હવામાન પલટાતા એકાએક વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ખાસ કરીને મવડીથી ઓમનગર ચોક વચ્ચેના રોડ પર ગોઠણ સમા સુધીના પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ ઓવરફ્લો થયા બાદ તેના તમામ ૨૯ દરવાજા ૭ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાવડ એવા મળ્યા છે કે, ભાદર નદી ગાંડીતૂર થઇ છે. કુલ ૬ જિલ્લામાં ૫૨ ડેમ ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ૧ ઓવરફ્લો થયો છે. જ્યારે શેત્રુજી ડેમના ૫૯ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ૨૭ ડેમમાંથી ૨૧ ડેમ એક સાથે ઓવરફ્લો થતા નીચાણ વાળા ગામડાંઓને હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે દરિયા કિનારથી નજીક આવેલા નગર-શહેરમાં કોઈ માછીમાર દરિયો ન ખેડે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છેરાજ્યના હવામાન વિભાગે ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૪૮ કલાકથી સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરમાં ગાજવીજ સાથે વરસાડ પડી રહ્યો છે. જામનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં રસ્તા પર જાણે તળાવ ભરાયું હોય એવું ચિત્ર જાેવા મળ્યું છે. રાજકોટમાં જાેરદાર વરસાદ તો ખાબક્યો જ છે. પણ ગ્રામ્ય પંથકમાં જાણે માઠી બેઠી હોય એમ વાવાઝોડાની અસર પણ જાેવા મળી હતી. રાજકોટ પાસે આવેલા જેતપુરના રબારીકા રોડ પર ગુલાબ વાવાઝોડાએ દેખા દીધી હોય એમ વંટોળ જાેવા મળ્યું છે. ઊંચા આકાશમાંથી જાણે ચક્રવાત નીચે ખાબક્યું હોય એવું ચિત્ર જાેવા મળ્યુ છે. જે સામાન્ય રીતે વિદેશમાં જાેવા મળતું હોય છે.આ વંટોળને કારણે જેતપુરમાં આવેલા મોટા ભાગના કારખાનાઓના પતરાં ઊડી ગયા હતા.
આ પતરાં ઊડવાને કારણે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. ઝોરદાર વંટોળીયો આવતા ત્રીસથી ચાલીસ જેટલા કારખાનાઓના પતરા હવામાં કાગળની જેમ ઉડતા જાેવા મળ્યા હતા. પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગનગરમાં ત્રીસથી ચાલીસ જેટલા કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ ઉડતા હોય તે રીતે આકાશમાં ઉડ્યા હતાં. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી શહેરના નદી કાંઠાના વિસ્તાર ફ્કીર વાડો, ગોંદરો અને ગોંડલ દરવાજા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા છે. આ સાથે વરસાદ પણ વરસતા કારખાનાઓનો ઘણો મુદ્દામાલ પલળી ગયો હતો. જ્યારે પાદરીયા ઉદ્યોગનગરમાં આવેલા શગુન ડાઈંગ નામના કારખાનાની છત પર વીજળી પડતા છત ધરાશયી થઈ ગઈ હતી. આ મોટા વંટોળના દૃશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગુરૂવારે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, તલાલા, બોટાદ, જુનાગઢ તથી દીવ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શક્યાઓ છે.
Recent Comments