સૌરાષ્ટ - કચ્છ

જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપે જયંતિ રાઠવાનું નામ જાહેર કર્યું

છોટા ઉદેપુર જિલ્લાની જેતપુર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ગઇરાત્રે પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાનું નામ જાહેર કરાયું હતું. જેને લઇને કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની ૧૩૭ જેતપુર વિધાનસભા બેઠક પર ઉમેદવાર માટે કશ્મકશ ચાલી રહી હતી અને અંતે રાત્રે ભાજપ દ્વારા જયંતિ રાઠવાની નામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જયંતિ રાઠવાની કોંગ્રેસના સુખરામ રાઠવા સામે કારમી હાર થઈ હતી. આ વખતે આ જૂના જાેગીઓ જ સામસામે ચૂંટણીમાં આવતા ખરાખરીનો જંગ ખેલાશે તે ચોક્કસ છે.

Related Posts