fbpx
ગુજરાત

જેતલપુર બ્રિજ પાસે આવેલી એક હોટલના રૂમમાં જુગાર રમતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ૬ લોકોને ઝડપી લીધા

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા પોલીસ ચોકસાઇ થી કામગીરી કરી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, જેતલપુર બ્રિજની બાજુમાં વિન્ટેજ હોટલના ત્રીજા માળે આવેલા રૂમમાં કેટલાક ઇસમો દ્વારા જુગાર રમી રહ્યા છે. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોટલના રૂમમાં રેડ કરી હતી. જેમાં અડધો ડઝન, ૬ ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૪૮,૩૫૦ મળી આવ્યા હતા. ૬ ખેલીઓને અકોટા પોલીસ મથકમાં સોંપીને તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છએ. જુગાર રમવા માટે હોટેલનો રૂમ રશ્મીન ધવન અને જગદીશ અગ્રવાલ દ્વારા બુક કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ રેડમાં રશ્મીન રામપ્રકાશ ધવન (રહે. વેનીશ રેસીડેન્સી, બ્રાઇટ સ્કુલ પાછળ, વાસણા-ભાયલી રોડ), નિતીન રતીલાલ કોન્ટ્રાક્ટર (રહે. નિલામ્બર પાલ્મ, વાસણા-ભાયલી રોડ), જગદીશભાઇ ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. સીટીઝન સોસાયટી, ઇલોરા પાર્ક, ગોરવા), જનક ભુલાભાઇ પટેલ (રહે. સાંઇનાથ પાર્ક, વડોદરા), વિશાલભાઇ પ્રવિણભાઇ પટેલ (રહે. શાંતિકુંજ સોસાયટી, માંજલપુર), રાહુલભાઇ મોહનભાઇ ખંડેલવાલ (રહે. વૃંદાવન ટાઉનશીપ, હરણી રોડ, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. ઉપરોક્ત જુગારીઓ પાસેથી રૂ. ૪૮,૩૫૦ રોકડા, ૭ મોબાઇલ ફોન રૂ. ૧.૬૨ લાખ, બે ટુ વ્હીલર રૂ. ૪૫ હજાર, એક કાર રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૭.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts