જેનસોલ એન્જિનિયરિંગ ગુજરાતમાં ઈફ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા ૨૦૦૦ કરોડનું રોકાણ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટીના ભાગ રૂપે ગુજરાત સરકાર સાથે આ અંગેના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સ્ર્ંેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીએ સ્ટોક એક્સચેન્જને ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ લગભગ ૧૫૦૦ નોકરીઓનું સર્જન કરશે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં રોકાણકારોને ૧૪૫% થી વધુ વળતર મળ્યું છે જ્યારે ત્રણ વર્ષના ટ્રેક પર નજર કરીએ તો તેમાં રોકાણકારોને ૪૧૦૦ ટકા વળતર મળ્યું છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. જેમાં જેન્સોલ ગ્રૂપના કો-ફાઉન્ડર અનમોલ સિંહ જગ્ગીએ જણાવ્યું હતું કે, રૂપિયા ૨,૦૦૦ કરોડનું રોકાણએ રાજ્યની સતત વૃદ્ધિ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રત્યેના અમારા વિશ્વાસનો પુરાવો છે. અમે પરસ્પર લાભદાયી ભાગીદારીની આશા રાખીએ છીએ જે ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલની ક્રાંતિમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે.
જેન્સોલ એન્જિનિયરિંગના શેર મંગળવારે તારીખ ૯ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ૫ ટકાની અપર સર્કિટને હિટ કરી અને રૂ. ૮૪૩.૭૫ પર પહોંચી ગયા હતા. આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં શેર ૮૭૩.૮૦ રૂપિયાની સપાટીએ હતો જયારે તેમાં ૩૯.૨૦ રૂપિયા અથવા ૪.૭૦% તેજી નોંધાઈ રહી હતી.કંપનીનું માર્કેટ કેપ રૂ. ૩,૧૭૦.૭૨ કરોડ છે. જેન્સોલ એન્જિનિયરિંગના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. માત્ર ૧ વર્ષમાં શેરે ૧૪૬ ટકા અને ૨ વર્ષમાં ૧૬૭૬ ટકા વળતર આપ્યું છે. જ્યારે ૩ વર્ષમાં શેરનું વળતર ૪,૧૦૦ ટકા હતું.
Recent Comments