જેના વિકાસની વાતો વડાપ્રધાન દેશની સાથે વિદેશમાં પણ કરે છે તે કચ્છ જિલ્લામાં હજુ પણ ૨૮.૬ ટકા લોકો ગરીબ
નીતિ આયોગના રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંકમાં એક બહુ મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો કે કચ્છ જિલ્લામાં હજુ પણ ૨૮.૬ ટકા લોકો ગરીબ. આ એજ કચ્છ ની વવત છે જેના વિકાસની વાતો વડાપ્રધાન દેશની સાથે વિદેશમાં પણ કરે છે તેવા કચ્છ જિલ્લામાં હજુ પણ ૨૮.૬ ટકા લોકો ગરીબ હોવાનો ચોંકાવનારો દાવો નીતિ આયોગના રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંકમાં કરવામાં આવ્યો છે. રાજ્યમાં ૧૮ ટકા લોકો ગરીબ હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં ગરીબ જિલ્લાઓમાં કચ્છ છઠ્ઠા સ્થાને છે. તેવામાં ચૂંટાયેલા નેતાઓ હવે કચ્છના વિકાસની વાહવાહી કરવાને બદલે જમીન પર આવી ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા અંગે વાસ્તવિક કામગીરી કરે એવી જરૂરિયાત ઊભી થઇ છે.
ખુદ ભારત સરકાર હેઠળના જ નીતિ આયોગે આ રપીર્ટ બહાર પાડ્યો છે, જેમાં નેશનલ ફેમિલી સ્વાસ્થ્ય સર્વે ૨૦૧૫-૧૬ તથા વસતી ગણતરીના ૨૦૧૧ના આંકડાનો આધાર લેવામાં આવ્યો છે. જેમા ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં ૧૮% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ ૧.૧૨ કોરોડ લોકો ગીરીબીમાં પોતાનું જીવન કાઢી રહ્યા છે. ત્યાર બાદ રાજ્યના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગમાં ૫૭.૩૩ ટકા લોકો ગરીબ છે. જેના પગલે તે રાજ્યનો સૌથી વધારે ગરીબ જિલ્લો છે.
ત્યારબાદ દાહોદ, પંચમહલ, નર્મદા અને બનાસકાંઠા છે. ત્યારબાદ છઠ્ઠા સ્થાને કચ્છ છે. જ્યાં ૨૮.૬ ટકા લોકો ગરીબ છે. ૨૦૧૧ની વસતી પ્રમાણે જાેવામાં આવે તો કચ્છની વસતી ૨૦,૯૨,૩૭૧ હતી. તે પ્રમાણે કચ્છમાં અધધ ૫.૯૮ લાખ લોકો ગરીબ છે. તો બીજીબાજુ કચ્છના ગ્રામીણની વાત કરવામાં આવે તો અહીં ૩૧.૭૫ ટકા લોકો ગરીબ અને શહેરમાં ૨૧.૩૨ ટકા લોકો ગરીબ છે. કચ્છનો બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક ૦.૧૪૨ છે.
નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. દેશમાં સૌથી ગરીબ રાજ્ય બિહાર હોવાનું બહાર આવ્યું છે. જ્યાં ૫૧.૯૧ ટકા લોકો ગરીબ છે. જ્યારે વિકસીત લેખાતા ગુજરાતની પોલ પણ આ રીપોર્ટે ખોલી નાખી છે. કારણ કે આ રિપોર્ટ પ્રમાણે રાજ્યની ૧૮ ટકા જનતા ગરીબ છે.એટલે કે ૨૦૧૧ની વસતી પ્રમાણે ૧.૧૨ કરોડ લોકો ગરીબ હોવાનું બહાર આવ્યું છે. આ રીપોર્ટ બાદ અનેક રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.
નીતિ આયોગ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં ખાસ મહેનત કરાઇ છે. આ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે લોકોના આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણના સ્તરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, જેના મૂલ્યાંકન દ્વારા આ રીપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટના આધારે સરકારને પોતાની નીતિઓ અને યોજનાઓ લાગુ કરવામાં મદદ મળી શકે છે.
Recent Comments