fbpx
બોલિવૂડ

જેનિફર લોપેઝે લગ્નના ફોટોગ્રાફ્સ શેર કર્યા

પોપ્યુલર સિંગર જેનિફર લોપેઝ અને એક્ટર બેન એફલેકે આખરે મેરેજ કર્યાં છે. લાસ વેગાસ ખાતે ક્લોઝ ફ્રેન્ડ્‌ઝ અને ફેમિલીની હાજરીમાં તેમણે મેરેજ કર્યા હતા અને ત્યારબાદ જેનિફરે ન્યૂઝલેટરમાં મિસિસ જેનિફર લીન એફલેક તરીકે સહી કરી હતી. આ સાથે તેણે વેડિંગ ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. જેનિફરે જણાવ્યું હતું કે, પ્રેમ સુંદર અને દયાળુ હોય છે. અને તે ધીરજવાળો પણ બન્યો છે. ૨૦ વર્ષ ધીરજ રાખી છે. અમારે જે જાેઈતુ હતું, તે મળ્યું છે. પાછલી રાત્રે અમે લાસ વેગાસ ગયા હતા અને મેરેજ લાયસન્સ માટે અન્ય ચાર કપલની સાથે લાઈનમાં ઊભા હતા.

વેડિંગ સેરેમનીમાં જેનિફરે સ્વીટહાર્ટ નેકલાઈન અને લાંબી સ્લીવવાળું ગાઉન પસંદ કર્યુ હતું. જેનિફર લોપેઝ અને બેન એફલેકે અગાઉ ૨૦૦૨ના વર્ષમાં એન્ગેજમેન્ટ કર્યા હતા અને બે વખત મેરેજ ડેટ પોસ્ટપોન કરી હતી. આખરે ૨૦૦૪માં તેઓ છૂટા પડ્યા હતા. લોપેઝે માર્ક એન્થની સાથે મેરેજ કર્યા હતા. હાલ જેનિફર લોપેઝની ઉંમર ૫૨ વર્ષની છે અને માર્કના જાેડિયા સંતાનોની તે માતા છે. ૪૯ વર્ષના બેન એફલેકે જેનિફર ગાર્નર સાથે મેરેજ કર્યા હતા અને તે ત્રણ સંતાનનો પિતા છે. જેનિફરે પોતાના ન્યૂઝ લેટરમાં જણાવ્યુ હતું કે, લાંબા સમયથી અમે લોકોની નજરમાં છીએ અને અમે શું કરીએ છીએ તેનું ધ્યાન રખાય છે. અમારે બાળકો છે અને અમે એકબીજાનો રીસ્પેક્ટ કરીએ છીએ. અમને અને અમારા બાળકોને ગર્વ થાય તેવું જીવન જીવી રહ્યા છીએ.

Follow Me:

Related Posts