જેપી નડ્ડાએ તિરુપતિમાં ભગવાન વેંકટેશનાં દર્શન કર્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. અહીં તેમણે તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આ મુલાકાતને લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જાેડવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આંધ્રપ્રદેશના પ્રવાસે હતા. અહીં પહોંચતાની સાથે જ તેઓ સૌથી પહેલા તિરુપતિના વેંકટેશ્વર સ્વામી મંદિર ગયા. અહીં તેમણે ભગવાન વેંકટેશના દર્શન કર્યા અને બાદમાં પૂજા કરી. એક દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. તેમણે નેતાઓને ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. તેમણે તિરુપતિમાં એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી.
રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ અહીં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે અમે દેશના વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. મેં ભગવાન વેંકટેશની મુલાકાત લીધી અને મારા ધ્યેયમાં સફળ થવા માટે તેમના આશીર્વાદ માંગ્યા હતા. તમને જણાવી દઈએ કે, નડ્ડા શુક્રવારે રાત્રે જ તિરુપતિ પહોંચ્યા હતા. આંધ્ર પ્રદેશ ભાજપના વડાએ માહિતી આપી હતી કે એક શક્તિ કેન્દ્રમાં પાંચ બૂથનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે જિલ્લા સમિતિ, મંડલ સમિતિ અને શક્તિ કેન્દ્રના વડાઓ સહિત ૩૦૦ લોકોને સંબોધિત કર્યા હતા. નડ્ડાએ તમામ કાર્યકરો અને નેતાઓને લોકસભા ચૂંટણીની તૈયારી કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે, રાજકીય વર્તુળોમાં નડ્ડાની મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કર્ણાટક ચૂંટણી હાર્યા બાદ ભાજપે હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દક્ષિણમાં પોતાનો દબદબો વધારવા માટે અથાક મહેનત કરી રહી છે
Recent Comments