fbpx
બોલિવૂડ

જેલમાંથી છૂટી ગઈ આ અભિનેત્રી, ચહેરા પર જાેવા મળ્યા નિશાન

સરજાહ પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ ક્રિશન પરેરાને ૩ અઠવાડિયા બાદ જેલમાંથી મુક્ત કરી છે. ક્રિશન પરેરાની સરજાહ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી હતી. ક્રિસનના હાથમાં ટ્રોફી હતી જેમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ સ્પોટ થતાં જ પોલીસે ક્રિશનને કસ્ટડીમાં લઇ લીધી હતી. જાેકે જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી ત્યારે ક્રિશન આ કેસમાં નિર્દોષ હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે તેને છોડી દીધી હતી. ક્રિસન બહાર આવતાની સાથે જ તેણે તેની માતા સાથે વાત કરી હતી. ખુલ્લા આકાશમાં તેને જાેઈને ક્રિસનની માતા પુત્રી ખુશીથી રડી પડ્યા હતા.

ક્રિશનને છોડી દેવાતા જ તેના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ક્રિશનના ભાઈ કેવિન પરેરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. ક્રિસને બોલિવૂડ ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. સડક-૨ અને બાટલા હાઉસમાં કામ કરી ચુકેલી ૨૭ વર્ષીય ક્રિસન સતત ઓડિશન આપતી રહે છે. આ દરમિયાન કોઈએ ક્રિસનને દુબઈમાં શ્રેણીમાં કાસ્ટ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેને યુએઈ મોકલી હતી. ક્રિસન ૧ એપ્રિલે અહીં પહોંચી હતી. અહીં કેટલાક બદમાશોએ ક્રિસનનો ફાયદો ઉઠાવ્યો અને તેને એક વસ્તુ આપી જે તેણે ત્રીજા વ્યક્તિને પહોંચાડવાની હતી. ક્રિસન પણ આ સામાન રાખી પોતાની સાથે લઈ ગઇ હતી. ક્રિસન સારજાહ એરપોર્ટ પર પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે ક્રિસનની સારજાહ પોલીસે ધરપકડ કરી ત્યારે તેણે સમગ્ર મામલાની સત્યતા જણાવી અને પોતે નિર્દોષ હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે ક્રિસનની પૂછપરછ કરી અને તમામ હકીકતો એકત્ર કરી હતી. આ પછી મુંબઈ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. અહીં મુંબઈ પોલીસ આ કેસમાં સક્રિય થઈ અને ૨ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓએ ક્રિસનને ફસાવી હતી. કેસની તપાસ બાદ ક્રિસનને છોડી મૂકવામાં આવી છે. ક્રિસન જેલમાંથી બહાર આવ્યા બાદ તેના ઘરમાં ખુશીનો માહોલ છે. ક્રિસનને મુક્ત થતાંની સાથે જ તેણે તેની માતા સાથે વાત કરી હતી. ખુલ્લા આકાશમાં ક્રિસનને જાેઈને તેની માતા પણ ભાવુક થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. ક્રિસનના ભાઈ કેવિને તેના ઈન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો શેર કર્યો છે.

Follow Me:

Related Posts