fbpx
ગુજરાત

જેલમાં બનેલી જોડીએ લોકોની ઊંઘ ઉડાડી:જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં; સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

ગુજરાત સહિતના રાજ્યોમાં 14 કરતા વધુ ચોરીના ગુના દાખલ છે, તેવા બે શખસને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ બે ચોર પાસેથી પોલીસે 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને ચોરની વર્ષો પહેલા જેલમાં મુલાકાત થતા મિત્રતા થઈ હતી. ત્યારબાદ છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યોના શહેરોને મળી 14થી વધુ ચોરી સહિત અન્ય ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. જે બાદ રાજકોટ પોલીસને સોંપવામાં આવશે.

આરોપીઓ સામે 14થી વધુ ચોરીના ગુના દાખલ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગત મુજબ, મધ્યપ્રદેશના ખારગૌનના આંતરરાજ્ય ટોળકીના બે રીઢા ઘરફોડ ચોરીના આરોપીની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીને અંજામ આપી શહેર છોડી નાસી જતા હતા. ત્યારે બંને આરોપીઓ રાજકોટના ગાંધીગ્રામ ખાતેથી ચોરી કરીને પરત સુરતના ઉનપાટીયા વિસ્તારમાં રહેવા આવી ગયા હતા. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્ને આરોપી મોહમ્મદ શકિલ કુરેશી અને નરસિંહ રવજીભાઇ ખણઘરને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દેવભૂમિ દ્વારકા મળી ગુજરાત અને અન્ય રાજ્યોના શહેરમાં 14થી વધુ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

4 વર્ષમાં બે કરોડની આસપાસ ચોરી કર્યાનું અનુમાન
ચાર વર્ષથી બન્નેએ ભેગા મળીને પચાસ કરતા વધુ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. બે ઇસમો પૈકી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઇગર મોહમદ સકીલ ખલીલ કુરેશી અને નરસિંહ રવજીભાઈ ખણદારની ધરપકડ કરી છે. આ બે ઇસમો જેલમાં ભૂતકાળમાં ભેગા થયા હતા, ત્યારબાદ છેલ્લા ચાર વર્ષમાં પચાસ કરતા વધારે ઘરફોડ ચોરી અને વાહનચોરીને અંજામ આપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે દસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં આઠ લાખની જવેલરીનો સમાવેશ થાય છે. ઓન રેકર્ડ અડધા કરોડની ચોરી ડિટેકટ થઇ છે. છેલ્લા ચાર વર્ષમાં બે કરોડની આસપાસ આ ચોરોએ ચોરી કરી હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.

‘બન્ને ચોરીના સ્થળે નાનું-મોટું કામ કરતા’
સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કિરણ મોદીએ પકડાયેલ આરોપીઓ વિશે જણાવ્યું હતું કે, નાસતા-ફરતા આરોપીઓની યાદી બનાવવામાં આવી છે. જે અંતર્ગત આરોપીઓને વોચ ગોઠવીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપી 8થી વધુ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યાં છે. આરોપીઓ બગીચામાં કે ચોરીના સ્થળ આસપાસ નાનું-મોટું કામ કરતાં હતા. બાદમાં રેકી કરીને ગુનાને અંજામ આપતાં હતા છે. હાલ રાજકોટ પોલીસને આરોપીઓ અંગેની માહિતી આપવામાં આવી છે. બાદમાં તેમને સુપરત કરવામાં આવશે.

Follow Me:

Related Posts