ભાવનગર

જેસરમાં પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમમાં ૧૦૦ થી વધુ બહેનો જોડાયા

જેસરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમ ગૌપ્રેમી વિજયભાઈ પરસાણાની પરસણા ગૌ હવેલી ખાતે યોજાઇ હતી. જેમાં આસપાસ ગામના ૧૦૦ થી વધુ બહેનો જોડાઈને રસ પૂર્વક તાલીમમા ભાગ લીધો હતો. જેમાં ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો. કે. એસ. કારેથા, આત્મા અધિકારી શ્રી અજીતસિંહ ગોહિલ, ગૌ પ્રેમી શ્રી વિજયભાઈ પરસાણા અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત શ્રી નરવણસિંહ ગોહિલ અને યોગેશભાઈ પંડ્યા, એન.આર.એલ.એમ વિભાગમાંથી શ્રી રાજપાલસિંહ સરવૈયા, હર્ષિતાબેન ગોટી અને હિરલબા સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો. કે. એસ. કરેથા દ્વારા સુંદર મજાની પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન અને માર્કેટીંગ વિશે જણાવવામાં આવ્યું હતા. ગૌ ભક્ત વિજયભાઈ પરસાણા દ્વારા ગૌ માતાનું ખેતીમાં મહત્વ અને ગાય ના ગોબર અને ગૌમૂત્ર વિશે વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત યોગેશભાઈ પંડ્યા દ્રારા પ્રાકૃતિક ખેત પેદાશના મૂલ્યવર્ધન અને પેકેજીંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી નરવણસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત અને મોડેલ ફાર્મ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ નું સંચાલન શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ છેલ્લે પ્રશ્નોત્તરી સાથે આભારવિધી કરી તાલીમ પૂર્ણ થઈ હતી.

Related Posts