જેસર તાલુકા પંચાયત કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરી સાફસફાઈ અભિયાન હાથ ધરાયું

ભાવનગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે જિલ્લાની વિવિધ કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરી સફાઈ કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં ‘સ્વસ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આજરોજ જેસર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Recent Comments