જેસર રોડ ગુરુકુળ- સાવરકુંડલા માં ઉત્તરાયણ પર્વ અંતર્ગત જન જાગૃતિ અભિયાન યોજાયેલ
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ શાખા ની જેસર રોડ પર આવેલી સહજાનંદ પ્રાથમિક શાળા માં આજરોજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરાયણ પર્વ બાળકોએ રાખવાની સાવધાની બાબતે સમજણ આપવામાં આવી હતી જેમાં સાવરકુંડલા નાં ઉત્સાહી કાર્યશીલ પત્રકાર ફારૂક કાદરી હાજર રહી વિદ્યાર્થીઓનાં ઇન્ટરવ્યૂ લીધા હતા. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં સતિષ પાંડે તથા સોહિલ ભાઇ એ સમજૂતી આપી હતી.શાળાના આચાર્ય ગિરીશભાઇ વ્યાસ કાર્યક્રમ ની ભૂમિકા સમજાવી અને કૌશકભાઈ એ પ્રતિજ્ઞા નું વાંચન કરી દરેક વિદ્યાર્થીઓને શપથ લેવામાં
આવેલ. ગુરકુલ સંસ્થા ના પૂજ્ય અક્ષર મુક્ત સ્વામી એ હાજરી આપી આશીર્વાદ આપેલા.
Recent Comments