રાષ્ટ્રીય

જેસલમેરમાં પંચરની દુકાનમાં ૫ લોકો ઢાંકણું તુટી જતાં નાળામાં પડ્યા

રાજસ્થાનના જેસલમેરમાં રેલવે સ્ટેશનની આગળ બાબા બાવડીમાં મેન રોડ પર શ્રવણ ચૌધરીની ટાયર પંચરની દુકાન છે. દુકાનની બહારથી જૂનું વરસાદી નાળું પસાર થાય છે. નાળાની ઉપર પથ્થર મૂકીને તેને કવર કરવામાં આવ્યું હતું. હાલ આ નાળ સૂકું છે. દુકાનદારની સાથે બે યુવક ત્યાં ઘટના સમયે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલેરો પર બે યુવક ગાડીનું પંક્ચર રિપેર કરાવવા આવ્યા હતા. આ યુવક બેસીને પંચર કરતા હતા. બાકીના ચાર લોકો ઊભા-ઊભા વાતો કરતા હતા. આ સમયે નાળા પર એક બાઈક, ટાયર અને અન્ય સાધનો પડ્યાં હતાં.

ત્યારે અચાનક જ નાળા પરનું ઢાંકણું તૂટી જતાં પાંચ યુવકો બાઈક સહિત નાળામાં પડ્યા હતા. જાેકે નાળું સૂકું હતું, એટલે તેમને સામાન્ય ઈજા થઈ હતી. યુવક પોતે જ નાળામાંથી બહાર આવ્યો અને પછી બાઈકને બહાર કાઢ્યું હતું.રાજસ્થાનના જેસલમેરમાં નાળા ઉપરનું ઢાંકણું ઘસી પડતાં પાંચ યુવક નીચે દબાઈ ગયા હતા. આ સિવાય એક બાઈક પણ પાંચે ઉપર પડી હતી. જાેકે નસીબજાેગે નાળામાં પાણી નહોતું. આ ઘટનામાં પાંચને માત્ર ઈજા થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. એમાં યુવક વાત કરતાં-કરતાં અચાનક નાળામાં પડતો દેખાઈ રહ્યો છે.

Related Posts