fbpx
રાષ્ટ્રીય

જેસલમેરમાં મોટો અકસ્માત, સેનાની ટ્રક પલટી, એક જવાન શહીદ, ૧૩ લોકો ઘાયલ

રાજસ્થાનના જેસલમેરમાં એક મોટો અકસ્માત થયો છે. શનિવારે અહીં સેનાની એક ટ્રક પલટી ગઈ હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે ૧૬ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જેસલમેરના શાહગઢમાં બની હતી. સેનાની ટ્રક બીએસએફ જવાનોને લઈને જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે એક જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ જવાનની જેસલમેરની જવાહર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક જવાનની ઓળખ એસકે દુબે તરીકે થઈ છે. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે અને તેઓ આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જેસલમેરના ડીએસપી પ્રિયંકા કુમાવતે જણાવ્યું કે મ્જીહ્લની બટાલિયન ૧૪૯ની એક ટ્રક સરહદ તરફ જઈ રહી હતી.

તે લંગતાલા ગામ પાસે અકસ્માત થયો હતો. ટ્રકમાં મ્જીહ્લના કુલ ૧૬ જવાન હતા. જેમાં ૧૩ ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું. ઘાયલોની સારવાર ચાલુ છે. અકસ્માત પાછળનું કારણ તપાસવામાં આવશે. રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-૨૧ ક્રેશ થયું છે. આ અકસ્માત બહલોલનગર નગરમાં થયો હતો. જાેકે, આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટે સમયસર મિગ-૨૧માંથી છલાંગ લગાવી દીધી હતી અને તેમનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં ૪ ગ્રામજનોના મોતના સમાચાર છે. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સનું આ વિમાન સુરતગઢથી આવી રહ્યું હતું. પ્લેનમાં બેઠેલા પાયલોટને લાગવા માંડ્યું કે પ્લેન અકસ્માતનો શિકાર બનશે, તેથી તેઓ પેરાશૂટની મદદથી પ્લેનમાંથી બહાર નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ બંને પાઈલટને કોઈ નુકસાન થયું નથી.

Follow Me:

Related Posts