બોલિવૂડ

જે કન્ટેસ્ટન્ટ ‘Bigg Boss OTT 3’ જીતશે તેને ટ્રોફી અને ૨૫ લાખનું ઈનામ મળશે?

આજે બિગ બોસ ર્ં્‌્‌-૩નો ગ્રાન્ડ ફિનાલે છે. દરેક જણ એ જાણવા ઉત્સુક છે કે કોણ વિજેતા બનશે અને કોને કેટલા પૈસા મળશે? ચાલો અમે તમને જણાવીએ કે તમે બિગ બોસ ર્ં્‌્‌ ૩ ની ગ્રાન્ડ ફિનાલે ક્યાં જાેઈ શકો છો. ટ્રોફી કોણ જીતશે તે આજે રાત્રે નક્કી થઈ જશે.‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન પણ આજે એટલે કે ગ્રાન્ડ ફિનાલે પછી સમાપ્ત થવા જઈ રહી છે. એવા પણ અહેવાલો હતા કે પ્રથમ ફિનાલે ૪ ઓગસ્ટ (રવિવાર)ના રોજ યોજાવાની હતી.

બાદમાં અનિલ કપૂરે પોતે ‘વીકેન્ડ કા વાર’માં ખુલાસો કર્યો હતો કે ગ્રાન્ડ ફિનાલે ૪ ઓગસ્ટે નહીં પરંતુ ૨જી ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ યોજાવા જઈ રહી છે.સના મકબૂલ, નેજી, રણવીર શૌરી, સાઈ કેતન રાવ અને કૃતિકા મલિક આ ટોપ ૫ માંથી ‘બિગ બોસ ઓટીટી-૩’ના વિજેતાની ટ્રોફી કોણ લેશે તે જાણવા માટે ‘બિગ બોસ’ના ચાહકો પણ ખૂબ જ ઉત્સુક છે.

બિગ બોસ ર્ં્‌્‌ ૩નો ગ્રાન્ડ ફિનાલે આ પહેલીવાર છે જ્યારે તે સપ્તાહના અંતે નહીં પરંતુ અઠવાડિયાના દિવસોમાં જાેઈ શકીશું. આ ગ્રાન્ડ ફિનાલે તમે જીયો સિનેમા પર જ જાેઈ શકશો. ‘બિગ બોસ ર્ં્‌્‌’ના વિજેતાને ૨૫ લાખ રૂપિયાની રકમ મળશે. જાેકે આ વખતે વિજેતા રકમ વધે છે કે કેમ તે આજે શો દરમિયાન જ જાેઈ શકાશે.કોણ જીતશે શો? ઃ બિગ બોસના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફેન પેજ પણ છે,

જ્યાં સ્પર્ધકો વિશે માહિતી ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પેજ ‘ધ ખબરી’ માને છે કે સના મકબૂલ આ વખતે ‘બિગ બોસ ઓટીટી-૩’ની વિજેતા બનશે. આટલું જ નહીં નેજી બીજા અને રણવીર ત્રીજા ક્રમે આવી શકે છે.બિગ બોસની લોકપ્રિયતા અને દર્શકોની રુચિ તેના ફેન પેજ પર પણ જાેઈ શકાય છે. કેટલાક લોકો નેજીને ‘બિગ બોસ’ વિનર માની રહ્યા છે. ક્રૃતિકા અને સાઈ પહેલા બાહર નીકળી જશે. ત્યારે જાે ખરેખર આ ખબર સાચી છે તો સના મકબુલ આ શોની વિનર બનશે.

Related Posts