fbpx
અમરેલી

જૈન આચાર્ય લોકેશજીને માનવ અધિકાર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ‘એન. એચ. આર. સી. સી. બી ઇન્ડિયા પ્રાઇડ એવોર્ડ – 2023’ થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન મારું નથી, પરંતુ ભગવાન મહાવીરનાં સિદ્ધાંતો અને ભારતીય સંસ્કૃતિનું છે – આચાર્ય લોકેશજી

‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ અને ‘અહિંસા વિશ્વ ભારતી’નાં સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીને નવી દિલ્હીનાં ઓ.પી.જે ઓડિટોરિયમ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન હ્યુમન રાઈટ્સ’ ખાતે ‘એન. એચ. આર. સી. સી. બી ઇન્ડિયા પ્રાઇડ એવોર્ડ – 2023’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ.પૂ.આચાર્ય ડો.લોકેશ મુનિએ જણાવ્યું હતું કે, ‘આ સન્માન મારું નથી, ભગવાન મહાવીરના સિદ્ધાંતો અને ભારતીય સંસ્કૃતિનું સન્માન છે. ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલાં માત્ર માનવ અધિકાર જ નહીં પરંતુ જીવનનાં અધિકારો અને નિર્જીવ અધિકારોની પણ ચર્ચા કરી હતી.

ભારતની આ પવિત્ર ભૂમિ પર આવા અનેક મહાપુરુષો થયા છે. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ગુરુ નાનકદેવ – આ બધાએ જીવોની કરુણા અને સંરક્ષણની વાત કરી છે. આ આપણને વારસામાં મળ્યું છે અને તેને આગળ લઈ જવાની આપણા સૌની ફરજ છે. સંત સન્માન અને તિરસ્કારથી પરે છે, પરંતુ મને લાગે છે કે આ પ્રકારનાં સન્માનથી, ફરજ અને જવાબદારીની ભાવના વધે છે અને તેમની સાથે સંકળાયેલા લાખો અને કરોડો ભક્તો, ચાહકો અને શુભેચ્છકોને પ્રોત્સાહન મળે છે. આપણે આપણા પોતાના અસ્તિત્વની જેમ બીજાના અસ્તિત્વને પણ સ્વીકારવું જોઈએ. માણસ મશીનની પેદાશ નથી. વિચારો, રુચિઓ અને વિચારસરણીમાં અસમાનતા સ્વાભાવિક છે. પોતાના વિચારોની જેમ બીજાના વિચારોનું પણ સન્માન કરવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા માનવ અધિકારોનાં ઉલ્લંઘન તરફ દોરી જાય છે.’

આ પ્રસંગે દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનનાં સેક્રેટરી સંદીપ શર્મા, નેપાળ ટૂરિઝમ બોર્ડનાં ચેરમેન ભાવેશ શ્રેષ્ઠા, ફેડરેશન ઓફ એસોસિએશન ઓફ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ ડૉ. શૂલ પાની સિંહ, આઈઆરએસ અને પ્રિન્સિપાલ કમિશનર ઓફ કસ્ટમ્સ, જી.એસ.ટીનાં કૃષ્ણ પ્રતાપ સિંહ, સભ્ય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનાં શ્રીમતી જ્યોતિકા કાલરા, એન. એચ. આર. સી. સી. બી રાષ્ટ્રીય મહાસચિવ ગિરીશ ચંદ્ર અને એન. એચ. આર. સી. સી. બીનાં સુરત શ્રીવાસ્તવ અને એન. એચ. આર. સી. સી. બીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રણધીર કુમાર સહિતનાઓએ પણ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. 

Follow Me:

Related Posts