જો તમને પણ આ 4 આદત છે, તો ફટાફટ બદલી નાખો નહીં તો ડાયાબિટીસનું જોખમ વધી જશે..
જો તમને પણ આ 4 આદત છે, તો ફટાફટ બદલી નાખો નહીં તો ડાયાબિટીસનું જોખમ વધી જશે…
આજકાલની બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે લોકો ઘણી બિમારીનો સામનો કરી રહ્યાં છે. પણ જો યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવામાં આવે તો આપણે બિમારીનો સામનો કરવો પડતો નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કઈ આદતો બદલવાથી તમને ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ રહેતું નથી…
ખરાબ લાઈફસ્ટાઈલ
ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આપણા શરીર પર ઘણી અસર પડે છે. ઘણા લોકો પ્રોપર વર્કઆઉટ નથી કરતા તેમને ક્રોનિક ડિઝિઝ થવાનો ખતરો વધી જાય છે. માટે દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ.
જેનેટિક કારણ
ફેમિલીમાં કોઈને ડાયાબિટીસની બીમારી છે તો તમને તે થવાની સંભાવનાઓ ખૂબ વધારે વધી જાય છે.
વધારે ગળ્યુ ખાવુ
ઘણા લોકો અમુક માત્રા કરતા વધારે ગળ્યુ ખાવાનો શોખ હોય છે. જે સ્વાસ્થય માટે બિલકુલ સારૂ નથી. આવા લોકોને ડાયાબિટીસનો ખતરો ખૂબ વધી જાય છે.
મેદસ્વીપણું
જો તમારૂ વજન સતત વધી રહ્યું હોય તો વોકિંગ કરો અને એક્સરસાઈઝ કરો. વજન વધવાથી શરીરની અંદર બ્લડ શુગર લેવલ કંટ્રોલ થવામાં મુશ્કેલી આવે છે અને ધીરે ધીરે તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
Recent Comments