સારી નોકરી ઇચ્છતા દરેક યુવાનનું સપનું હોય છે કે તે UPSC ક્રેક કરે અને IAS, IPS ઓફિસર બને, કારણ છે સરકારી નોકરી કરનારા યુવાઓને ખુબ ફાયદાઓ મળે છે. જેમ કે સારી સેલેરીની સાથે રહેવા માટે બંગલો, ગાડી તથા અન્ય સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવે છે. પરંતુ UPSCની પરીક્ષા ક્રેક કરવી એટલી સહેલી નથી હોતી, ઘણીવાર કેટલાય યુવાઓને ઘણો સમય લાગી જાય છે પોતાનુ સપનુ પુરુ કરતા કરતા…….
જો તમે પણ UPSCની તૈયારી કરી રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. UPSC પરીક્ષાઓ માટે દરેક સવાલને બહુજ ધ્યાનથી વાંચો. તેના અનુસાર પોતાના જવાબને લખો. પોતાના જવાબની શરૂઆત સંક્ષિપ્ત પરિચય સાથે અભ્યર્થી કરી શકે છે. દરેક જવાબને સબ ટાઇટલ્સ અને બૂલેટ પૉઇન્ટ્સમાં ડિવાઇડ કરવાથી જવાબ વધુ પ્રેઝેન્ટેબલ બની જાય છે.
આન્સર રાઇટિંગની કરો પ્રેક્ટિસ- પોતાના જવાબને બેસ્ટ બનાવા માટે યુવાઓ એક રફ ફ્લૉ ચાર્જ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. દરેક જવાબના અંતે તેનો નિષ્કર્ષ અવશ્ય લખો. યુપીએસસી મેન્સની પરીક્ષામાં જવાબ લખવા દરમિયાન શબ્દ સીમા અને સમય સીમાનુ અભ્યર્થીઓને વધુ ધ્યાન રાખવુ જોઇએ. વધુમાં વધુમાં સ્પીડથી સવાલોના જવાબ આપવા માટે દરરોજ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તે કરી શકે છે, જેમાં પરીક્ષામાં સમય સીમાની સમસ્યા અભ્યર્થીઓને નહીં આવે.
Recent Comments