‘જો સ્ટિંગ સાચુ હોય, તો CBI મારી ધરપકડ કરે’, ભાજપ પર ભડક્યા મનીષ સિસોદિયા
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની દારૂની નીતિનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દારૂની નીતિમાં સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. આ ક્રમમાં ભાજપે ગુરુવારે સત્તાધારી આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા વધુ એક સ્ટિંગ ઓપરેશન વીડિયો બહાર પાડ્યો છે. તો આનો જવાબ આપતા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે જો આ સ્ટિંગ સાચુ હોય તો ભાજપ આને સીબીઆઈને આપી દે અને તપાસ એજન્સી મારી ધરપકડ કરે.
મનીષ સિસોદિયાએ ભાજપના સ્ટિંગ પર કહ્યું કે તેમને અહીં CBIના દરોડા પડાવ્યા, કશું મળ્યું નથી. લોકરની તલાશી લેવામાં આવી, બાળકનો ઘૂઘરો મળ્યો. હવે તેઓ સ્ટિંગ લઈને આવ્યા છે. હું ભાજપને કહેવા માંગુ છું કે આ સ્ટિંગનો વીડિયો સીબીઆઈને આપે. સીબીઆઈ આની તપાસ કરે અને મારી ધરપકડ કરે. આ સ્ટિંગની તપાસ થવી જોઈએ. જો આ વાત સાચી હોય, તો સોમવાર સુધીમાં મારી ધરપકડ કરી લેવામાં આવે. નહીં તો તમે સમજી લો કે આ ષડયંત્ર પીએમ ઓફિસમાં રચવામાં આવ્યું હતું.
ભાજપે બહાર પાડ્યું હતું સ્ટિંગ
દિલ્હીમાં સીબીઆઈ દારૂની નીતિમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. હાલમાં જ તપાસ એજન્સીએ મનીષ સિસોદિયાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. ભાજપ આ મામલે સતત કેજરીવાલ સરકારને ઘેરી રહી છે. ભાજપે ગુરુવારે એક વીડિયો પણ જાહેર કર્યો હતો.
વીડિયો જાહેર કરતાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે દિલ્હીમાં નવી રાજનીતિનો દાવો કરનારા લોકોનો દારૂ જેમ જમ જૂનો થઈ રહ્યો છે અનેક તથ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આરોપી નંબર 9 અમિત અરોરા સંપૂર્ણ માહિતી આપી રહ્યો છે. ભારતમાં બે મોટી બ્રાન્ડ છે અને તેમના દ્વારા 60 અને 100 કરોડ રૂપિયા આપવાની વાત છે. પહેલી વાર સરકાર કમિશન નક્કી કરી રહી છે. આ કમિશનનો ઉપયોગ ગોવા અને પંજાબની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો સ્ટિંગ કરી લો, અમે તેના જ આધારે કાર્યવાહી કરીશું. હવે આ સ્ટિંગ સામે આવી ગયું છે.
બીજેપી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું હતું કે દિલ્હીની આવકની ચોરી કરીને 165 ટકાથી 1 ટકા કરી દીધી. સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ રહ્યું છે. આ મોડલ માત્ર દિલ્હીમાં જ નહીં, પંજાબમાં પણ આ મોડલ બનાવ્યું. DCC ડાયરેક્ટ કેશ કલેક્શન ફોર્મ્યુલા પર અરવિંદ કેજરીવાલ છે. બીજેપી નેતા મનજીન્દર સિરસાએ કહ્યું કે આમાં ભ્રષ્ટાચારની સાથે સાથે કાળું નાણું સફેદ કરવામાં આવ્યું.
Recent Comments