રાષ્ટ્રીય

જ્ઞાનના ભંડાર ગણાતા સ્વામી ચિન્માયાનંદની પૂણ્યતિથિએ તેમના વિશે જાણીએ

સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીને મોટા ભાગે સ્વામી ચિન્મયાનંદથી જ ઓળખતા હતા. જેમનોજન્મ ૮ મે ૧૯૧૬માં કેરળના એર્નાકુલમમાં થયો હતો. તેમનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેનન હતું. તેમના પિતા ન્યાય પાલિકામાં જજ હતા. તો ૩ ઓગસ્ટ ૧૯૯૩ના દિવસે સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીએ અંતિમ શ્વાસ લીધા હતા. જાે કે લોકોના દિલોમાં આજે પણ તેઓ જીવે છે. સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી એક હિંદુ આધ્યાત્મિક નેતા અને શિક્ષક હતા. જેમણે જ્ઞાનનો વ્યાપ વધારવા માટે વિશ્વવ્યાપી સંસ્થા ચિન્મય મિશનની શરૂઆત કરી હતી. અદ્વૈત વેદાંત, ભગવદ્‌ ગીતા, ઉપનિષદો અને અન્ય પ્રાચીન હિન્દુ ગ્રંથોના પણ તેઓ નિષ્ણાંત હતા. ૧૯૫૧થી તેમણે વૈશ્વિક હિંદુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણનું નેતૃત્વ કર્યું.

જેમાં ધર્મના વિશિષ્ટ ગ્રંથોને લોકપ્રિય બનાવી ભારત અને વિદેશમાં અંગ્રેજી ભણાવ્યું. સ્વામી ચિન્મયાનંદની હોંશીયાર વિદ્યાર્થીઓમાં ગણતરી થતી હતી. તેમણે ૧૯૨૧થી ૧૯૨૮ સુધી કોચીની શ્રી રામા વર્મા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જ્યારે ૧૯૨૮થી ૧૯૩૨ સુધી થ્રિસુરની વિવેકોદય સ્કૂલમાં ઔપચારિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે એર્નાકુલમની મહારાજા કોલેજમાં વર્ષ ૧૯૩૨થી વર્ષ ૧૯૩૪ સુધી ફેલો ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો. તો ત્રિચુરની સેન્ટ થોમસ કોલેજમાં વર્ષ ૧૯૩૫થી વર્ષ ૧૯૩૭ સુધી બીએની ડિગ્રી મેળવી. તો પત્રકારત્વનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ લખઉ યુનિવર્સિટીમાં ૧૯૪૦થી ૧૯૪૩ સુધી સાહિત્ય અને કાયદામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ બાદ ચિન્મયાનંદ પ્રતિષ્ઠિત આધ્યાત્મિક શિક્ષક બન્યા હતા.

તેણમે વિદ્યાર્થી કાળમાં ઔપચારિક રીતે ધર્મનો સ્વીકાર્યો ન હતો. પરંતુ ૧૯૩૬માં ઉનાળામાં તેઓ પ્રખ્યાત ઋષિ શ્રી રમણ મહર્ષિને મળ્યા હતા. જ્યાં રમણ મહર્ષિએ તેમની તરફ જાેયું તેનાથી તેમને આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ થયો હતો. જેબાદ તેમણે ઉત્તરકાશીના તપોવન મહારાજની સાથે રહી બહોળો અભ્યાસ કર્યો છે. તેમના પ્રશ્નોના જવાબો મેળવવા બાલકૃષ્ણ મેનને ભારતીય અને યુરોપીયન બંને ફિલોસોફીનો અભ્યાસ શરૂ કર્યો હતો. સ્વામી શિવાનંદના લખાણોથી ખૂબ પ્રભાવિત થઈને મેનને સંસારનો ત્યાગ કર્યો હતો. અને ૧૯૪૯માં સંસાર છોડી શિવાનંદના આશ્રમમાં જાેડાયા હતા. જ્યાંથી તેમનું નામ સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી પડ્યું. તેમના નામનો અર્થ થાય છે સંપૂર્ણ ચેતનાના આનંદથી ભરપૂર.

તેમણે ૮ વર્ષ વેદાંત ગુરુ સ્વામી તપોવનના માર્ગદર્શનમાં પ્રાચીન દાર્શનિક સાહિત્ય અને શિલાલેખોનો અભ્યાસ કર્યો. જ્યાં તેમને અહેસાસ થયો કે તેમના જીવનનો હેતુ વેદાંતનો સંદેશ ફેલાવવાનો અને ભારતમાં આધ્યાત્મિક પુનર્જાગરણ લાવવાનો છે. સમગ્ર વિશ્વમાં વેદાંતના જ્ઞાનનો ફેલાવો કરવા સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીએ ચિન્મય મિશનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત આ સંસ્થા અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક કાર્યોની પ્રવૃત્તિઓ પર પણ દેખરેખ રાખે છે. ૧૯૯૩માં ચિન્મયાનંદ સરસ્વતીએ શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદને આ સન્માન એક સદી પહેલા મળ્યું હતું. ૭૭ વર્ષની ઉંમરમાં સ્વામી ચિન્મયાંનદે અનેક એવા કામો કર્યા છે જેનાથી લોકોને આજે પણ પ્રરેણા મળે છે. ૩ ઓગસ્ટ ૧૯૯૩ના દિવસે સ્વામી ચિન્મયાનંદ સરસ્વતીએ કેલિફોર્નિયાના સાન ડિએગોમાં અંતિમ શ્વાસ લીધા. જીવલેણહાર્ટ એટેકથી આવ્યા બાદ સ્વામીએ મહાસમાધિ મેળવી અને સાંસારિક જીવનમાંથી મુક્ત થયા. જાે કે આજે પણ તેમણે દેખાડેલા માર્ગ પર અનેક લોકો ચાલીને જીવનને ધન્ય કરી રહ્યા છે. જ્ઞાનના ભંડારની સાથે ચિન્મયાનંદ સરસ્વતી વેદાંત દર્શનના મહાન પ્રવક્તા પણ હતા.

સ્વામી ચિન્મયાનંદની એક ઝલક માટે લોકોની ભીડી જામતી હતી. તેમના એક એક વાક્યો ભક્તો માટે પથ્થરની લકીર સમાન હતા. સ્વામીએ ચિંધેલા માર્ગથી અનેક લોકોના જીવનને નવી દિશા મળી છે. ત્યારે આવો જાણીએ કે કોણ હતા સ્વામી ચિન્મયાંનદ સરસ્વતી અને કેવી રીતે આજે પણ તેઓ લોકોના દિલ છે.

Follow Me:

Related Posts