તળાજા તાલુકાની જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગીદાર થયા અને પોતાનો સ્પિચ કોન્ફિડન્સ વધારવા ખૂબ સારો પ્રયત્ન કર્યો. અલગ અલગ ત્રણ ભાષા અંગ્રેજી,હિન્દી,ગુજરાતી વિષયમાં પોતાની અંદર રહેલ સુસુપ્તશક્તિને જાગ્રત કરી જુદા જુદા ટોપીક પર વકૃત્વ રજૂ કર્યું અને કાર્યક્રમના અંતે નિર્ણાયકો દ્વારા અલગ અલગ માધ્યમમાં ત્રણ ત્રણ નંબર.આપવામાં આવેલ.
જેમાં ગુજરાતી ભાષામાં પ્રથમ નંબરે ધાંધલ્યા સૃષ્ટિબેન જીતેન્દ્રભાઈ (ધો-૮) બીજા નંબરે ગોહિલ હેત્વીબા વનરાજસિંહ (ધો-૮) તથા ત્રીજા નંબરે બે વિધાર્થી ચૌહાણ જાનકીબેન ભરતભાઈ (ધો-૮),ગોહિલ હાર્દિક ભરતસિંહ ( ધો-૬) .હિન્દી ભાષામાં પ્રથમ નંબરે પરમાર ધ્રુવીબેન જીતેશભાઈ(ધો-૮) બીજા નંબરે બલદાણીયા જાનવીબેન નારણભાઈ (ધો-૮) ત્રીજા નંબરે બે વિધાર્થી ધાંધલ્યા સુમિત મહાસુખભાઈ(ધો-6), કંટારીયા નવ્યાબેન વલ્લભભાઈ(ધો-૮) અંગ્રેજી ભાષામાં પ્રથમ નંબરે કામળીયા શીતલબેન ધીગાભાઈ(ધો-૮) બીજા નંબરે પરમાર ખ્યાતીબેન પ્રવીણભાઈ ત્રીજા નંબરે બે વિધાર્થી પંડ્યા દિજ્ઞાબેન અશ્વિનભાઈ,(ધો-૮) બાંભણીયા ઋત્વિક પરેશભાઈ (ધો-૭) વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. શાળાના તમામ વિદ્યાર્થી અને શિક્ષક સ્ટાફ સહયોગથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો આ તકે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવયા હતા.
Recent Comments