વડોદરા શહેરમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે અને નાણાંના અભાવે કામો રોકાઈને પડ્યા છે. ત્યારે સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બિનજરૂરિયાત રૂ. ૭૦ લાખ ખર્ચી રોડ કેમ બનાવાયો તે પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ બજેટમાં છાણીથી દુમાડ તરફનો રોડ મૂકાયો હતો. પરંતુ આ રોડની જગ્યાએ રવિશિખર એપાર્ટેમન્ટથી આગળ અવાવરૂ જગ્યાએ બનાવ્યો હોવાનું અને આ રોડ પર ભાજપના પરાક્રમી નેતાની જગ્યા આવેલી હોવાથી આયોજન કરાયુ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ અંગે રોડ પ્રોજેકટરના અધિકારી રાજેશ ચૌહાણનું મંતવ્ય જાણવા પાંચવાર સંપર્ક કરતા ફોન રિસિવ કર્યો ન હતો. હરીશ પટેલ અને જહા ભરવાડ સવારે સ્થળ પર ગયા હતા. અમે અગાઉ છાણીથી દુમાડ સુધીનો રોડ અને રામા કાકા ડેરી થી ક્રિષ્ના એમ્પોરિયમ સુધી ૧૮ મીટરનો રોડ બનાવવા માંગ કરી હતી.
જેમાં કામ મંજુર પણ થઈ ગયા હતા. પરંતુ તેમ છતાં આ રોડ બન્યા નથી અને જ્યાં કોઈ વસ્તી નથી ત્યાં પાકો રોડ બનાવ્યો છે. શહેરમાં જે પણ એરિયા ડેવલપ થઈ રહ્યો છે તેમાં પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા જઈ રહ્યા છે. જેમ અમદાવાદમાં પહેલા રિંગ રોડ બન્યા પછી વિસ્તાર ડેવલપ થયો તેમ પાણી રોડ ડ્રેનેજ સહિતની સુવિધા પહેલા આપવાના છે. હાલમાં નવીન વિસ્તારો અને હજી વિસ્તારમાં પણ ઉમેરાયા તો તેમને પણ એડજસ્ટિંગ કામ તો આપવું જ પડશે. ૮ વર્ષ પહેલા માંજલપુરથી અટલાદરા- કલાલી તરફ પાલિકાએ જંગલમાં એક બ્રિજ બનાવ્યો હતો. જેમાં એપ્રોચ રોડ માટે જમીનનું સંપાદન બાકી હોવા છતાં ૧૦ કરોડથી વધુના ખર્ચે કામગીરી કરતાં વિવાદ થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં પણ સમાથી હરણી તરફ નદી પર માત્ર બ્રિજ બનાવ્યો હતો. તે સમયે પણ એપ્રોચ રોડ માટેની જમીન સંપાદન કરવાનું બાકી હતું. આ કામ માટે ૧૦ કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો. સમાના બ્રિજ બનાવવા પાછળ પણ ભાજપના એક નેતાનું ‘પરાક્રમ’ હોવાનું બહાર આવ્યું હતું.
ત્યાર બાદ છાણીના રોડનું ભોપાળુ ખૂલતા ફરી આ નેતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યા છે. કોંગ્રેસના કોર્પોરેટરો છાણીમાં નવા બનેલા રોડ પર કોની કોની જગ્યા છે તેના દસ્તાવેજી પુરાવા શોધી રહ્યા છે. આધારભૂત માહિતી પ્રમાણે છાણીમાં સૂચિત ટીપી ૪૯ નો ફાઈનલ પ્લોટ ૧૭૬/૨ માં રોડ બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરનું સૂચન છે કે જ્યાં સૂચિત ટીપીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવામાં આવે ત્યાં પહેલા પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસ બનાવવી. ત્યારબાદ તેના પર રોડ બનાવવામાં આવે અને તે પછી સ્ટ્રીટલાઈટ મૂકી ડિવાઈડર બનાવવું જાેઈએ. જેના કારણે બનેલા રોડ પર તોડવો ન પડે. પરંતુ અહીંયા માત્ર રોડ બનાવ્યો છે અને ભવિષ્યમાં જ્યારે પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરની કામગીરી કરવામાં આવશે ત્યારે ફરીથી રૂ. ૭૦ લાખના ખર્ચે બનાવાયેલા રોડને તોડવો પડશે.છાણી વિસ્તારની વેરાન જગ્યામાં પાલિકાએ રૂા. ૭૦ લાખના ખર્ચે રાતોરાત રોડ બનાવી દેતા હોબાળો મચી ગયો હતો.
શહેરમાં સમાવેલા ૭ ગામોમાં કોઇપણ સુવિધા આપ્યા વિના વેરાની ઉઘરાણી કરી રહી છે. જયાં ખરેખર રોડ સહિતની સુવિધા જરૂરી છે.ત્યાં બનાવવાને બદલે છાણીમાં આ રોડ ભાજપના અગ્રણીના ઇશારે તૈયાર કરાઇ દેવાયો છે. સ્થાયી અધ્યક્ષ વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરાયુ હોવાનો લૂલો બચાવ કરી રહ્યા છે. હદ તો ત્યારે થઇ કે સવારે હોબાળો થયા બાદ સાંજે બેધડકપણે કાર્પેટની કામગીરી પર પૂરી કરી દેવાઇ હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ આક્ષેપ કર્યો હતો. છાણીમાં રવિશિખર આગળ પાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગે રાતોરાત રોડ બનાવી દેવાયો છે. આ રોડ પર સિલિકોટ કરવાનું હોવાથી કોન્ટ્રાકટરે વોર્ડ નં. ૧ના કોંગ્રેસના કોર્પોરેટરને જાણ કરવાની ઔપચારિકતા દાખવી હતી. જેથી કોંગ્રેસના કોર્પોરેટર પહોંચતા રોડ બન્યાનો ભાંડો ફૂટયો હતો. આ સ્થળે રૂા. ૭૦ લાખના ખર્ચે ૩૫૦ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળો રોડ બનાવાયો છે. જેમાં દોઢ ફૂટનું સેન્ટ્રલ ડિવાઈડર મૂકાયું છે. જાેકે વિસ્તારમાં સોસાયટીઓ કે નવા બાંધકામ થયા નથી તો આ રોડની શું જરૂરિયાત ઊભી થઈ ? તેવા સવાલો કોંગ્રેસના કાઉન્સિલરોએ ઉઠાવ્યા છે.


















Recent Comments