fbpx
ગુજરાત

જ્યાં જનતાનો અવાજ સત્તાધીશો સુધી ના પહોંચતો હોય, જ્યાં સત્તાધીશો જનતા સુધી ના પહોંચતા હોય ત્યાં જનતાના અવાજને, જનતાના પ્રશ્નોને વાચા આપવા એક ‘જનમંચ’ ઉભો થવો જરૂરી છે.

જનસભાથી વિધાનસભા સુધી ગુજરાતની મહેનતુ અને સ્વાભિમાની જનતાના અવાજને વાચા આપવા, જનતાનો અવાજ બુલંદ કરવા લોકોની સમસ્યા- પ્રશ્નોને મંચ પર લાવીને, સાંભળીને, તેનો ઉકેલ લાવવા દરેક તબક્કે રજૂઆત કરી- અવાજ ઉઠાવી વાચા આપવા વર્ષ ૨૦૨૩ માં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા દ્વારા જનમંચનું પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં ગુજરાતના ૪૮ તાલુકા અને છ મહાનગરોમાં ૨ હજાર કરતા પણ વધારે ફરિયાદો મળી હતી, જેના નિવારણ માટે સ્થાનિક કક્ષાથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવામાં આવેલો, લોક આંદોલન થકી એક મજબુત અભિગમ દ્વારા મક્કમતાથી લડાઈ લડવામાં આવી હતી, ત્યારે હવે ફરીથી બનાસકાંઠાથી જનમંચના બીજા રાઉન્ડની શરુઆત કરવામાં આવી રહી છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનશ્રીઓ, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રીઓ સહિત પક્ષના હોદ્દેદારો જોડાશે. જેના કવરેજ માટે આપ સૌ પ્રેસ- મિડિયાના સાથી મિત્રોને આમંત્રણ છે.

જનમંચ કાર્યક્રમ:

➡️ ચાણસ્મા

તારીખ: ૦૫-૦૮-૨૦૨૪, સોમવાર. સમય:- બપોરે ૨.૦૦ કલાકે

સ્થળ:- સરદાર ચોક, ચાણસ્મા, જિ.પાટણ.

➡️ રાધનપુર

તારીખ: ૦૫-૦૮-૨૦૨૪, સોમવાર. સમય:- બપોરે ૦૪.૦૦ કલાકે

સ્થળ:- રામજી મંદિર, રાધનપુર પાલિકા સામે, રાધનપુર, જિ.પાટણ.

Follow Me:

Related Posts