સૌરાષ્ટ - કચ્છ

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ઉક્તિને સાર્થક કરનાર પરમ, પૂજ્ય શ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ)

પરમ પૂજ્યશ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ)  જેઓની ઉંમર આજે ૮૬ વર્ષની છે અને સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિની જે કહેવત છે તે પ્રમાણે આ સંત છેલ્લાં ૬૯ વર્ષથી ઉપર દૂધ પર તેમનું જીવન ગાળે છે.મહાશિવરાત્રીના દિવસે સોમનાથ  મુકામે જેટલા લોકો દર્શને આવે તેમન છેલ્લા ૧૧ વર્ષથી મહાપ્રસાદ કરાવે છે સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રી પી, કે, લહેરીએ અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી જેમાં અંદાજે ૫૦૦૦૦ થી પણ વધારે લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. માતાજી તમામ પોલીસ સ્ટાફ તથા સરકારી સ્ટાફ, મંદિરના સ્ટાફને મહાપ્રસાદ લેવાનો આગ્રહ રાખે છે

અને જુનાગઢ મુકામે લીલી પરિક્રમા દરમ્યાન માળવેલા મુકામે ૨૧ વર્ષ અન્નક્ષેત્ર ચલાવતા અને અને વૃંદાવન (યુ,પી )મુકામે છેલ્લા ૯ વર્ષથી ગીરીરાજજીની પરિક્રમા દરમિયાન હજારો દર્શનાર્થીઓને પ્રસાદ લેવા આવે છે. આશ્રમ ખાતે હાલ ૩૭૫ થી પણ વધારે ગાયો છે.  તેમનું દૂધ, દહીં છાસ ઘી વેચવામાં આવતું નથી પરંતુ અમરેલી જીલ્લામાં પ્રસૂતા બહેનોને કાટલું (સુખડી)ની કીટનું વિતરણ કરવામાં આવે છે આ કીટ નું મૂલ્ય આશરે ૧૨૦૦ રૂપિયા જેટલું છે દરરોજ આશરે ૨૫ થી ૩૦ કીટનું વિતરણ કરવામાં આવે છે. ઉનાળા દરમિયાન સાવરકુંડલાની ૮ છાત્રાલયમાં દરરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે અને આ સંતનું ફક્ત એક જ ધ્યેય છે કે સંસ્કારી બનો અને ભૂખ્યાને અન્ન દાન કરો. પૂજ્ય માતાજીની પ્રેરણાથી છેલ્લા ૨૧ વર્ષોથી સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ ચાલે છે જે માનવ સેવાના કાર્યો કરે છે.

Related Posts