મળતી માહિતી અનુસાર પલસાણા ખાતે રહેતા એક પરિવારનો મોભી જેના અન્ય યુવતી સાથે આડા સંબંધ હોય. જેથી તે ઘરમાં રૂપિયા આપતો ન હોય. તેમજ વ્યસન કરી ઘરે આવી યુવતી અને તેની માતા સાથે મારઝૂડ કરતો હતો. ઘણાં લાંબા સમયથી પિતાના અત્યાચાર સહન કરતી યુવતી યુવતીએ મુક્ત થવા માગતા હોય. જેથી દીકરીએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરેલ કે મારા પિતા વ્યસન કરી હેરાન કરે છે. જેથી 181 અભયમ રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળેલ કે પિતા અવાર નવાર વ્યસન કરી ઘરે આવી પરેશાન કરે છે અને પોતે મજૂરી કામ કરવા જાય છે. પિતા મારપીટ કરે છે અને અપશબ્દો બોલે છે. અવાર નવાર મારઝૂડ કરે છે. ઘરમાં પૈસા પણ આપતાં નથી. જેથી દીકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. તેઓએ અભયમ ટીમે તેમને સાંત્વના આપી હિંમત આપી હતી. રોજની હેરાનગતિ હોવાથી પિતાને સમજાવેલ પિતાનુ કાઉન્સિંલીંગ કરી કાયદાકીય અંગે જાણકારી આપતાં પિતાએ પિતાએ લેખીત બાહેધરી આપી હતી. તેથી સ્થળ પર નિરાકરણ કર્યું હતુ. તેથી માતા અને દીકરીએ 181નો આભાર વ્યક્ત કર્યા હતો.
જ્યારે ઘરના મોભી જ ન કરવાના નખરા કરે તો મહિલાઓ કયા જાય ! 181 અભ્યમે કાઉન્સિલ કરી પિતાને સમજાવ્યા


















Recent Comments