ગુજરાત

જ્યોત સે જ્યોત જલા તે ચલો લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સક્ષમ સુરત નો વિદેશી ધરતી ઉપર પ્રસાર પ્રસાર ૨૭ વર્ષ માં ૪૫૦૦૦ ચક્ષુદાન થી ૭૫૦૦૦ ને દ્રષ્ટીપ્રદાન નું કાર્ય થયું 

સુરત એમરાલ્ડ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ખાતે ભારતીય સિનિયર સિટીઝન ક્લબ દિનેશભાઈ જોગાણી ઓપ્થ્લમિક આસિસ્ટન્ટ ઉપપ્રમુખ લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ,ચક્ષુ બેંક ઉપપ્રમુખ ઇન્ડિયન  રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી શાખા રેડક્રોસ બ્લડ સેન્ટર ઉપાધ્યક્ષ સક્ષમ સુરત મહાનગર છેલ્લા એક માસથી મેલબોર્ન માં ભારતીય સાથે સંપર્કમાં રહીને આ ક્લબમાં મેમ્બરશીપ બનવા માટે મેમ્બર બનવા માટે ડોક્ટર હરેશભાઈ દવે મારફત સોમવાર અને ગુરુવાર નિયમિત રીતે ભારતીય સિનિયર સિટીઝનો એકઠા થઈને ભારતીય સંસ્કૃતિ ના સામાજિક રાજકીય ધાર્મિક ઉત્સવો ઉજવણી સાથે આરોગ્ય લક્ષી અને આધ્યાત્મિક લક્ષી પ્રવૃત્તિઓ કરે છે દિનેશભાઈ જોગાણી દ્વારા ક્લબના સભ્યોને નેત્ર સુરક્ષા માટે માહિતી આપવા માં આવી આ ક્લબ માં ૨૦૦ સભ્ય છે દિનેશભાઈ જોગાણી સુરક્ષા માટે માહિતી આપતા જણવ્યું કે જન્મ થી મુત્યુ સુધી દરેક લોકો એ આંખ ની કાળજી રાખવી જોઈએ તેમને ન્યૂ બોર્ન બેબી થી લઈ બુઝુર્ગ ને આઈ કેર માટે જણવ્યું હતું સગર્ભા બહેનો ને ખોરાક માં કાળજી લેવી જોઈએ પોષણ યુક્ત ખોરાક લેવાથી બાળક ની આંખ પણ નિરોગી રહે છે.બાળક ને માતા એ માતા નું દૂધ આપવું જોઈએ માતા ના દૂધ માં ખુબ જ પોષ્ટિક તત્વો હોવાથી બાળક માટે ખૂબ ફાયદાકારક હોય છે બાળક ને જેમ જેમ ઉંમર વધે તેમ દ્રષ્ટ્રી ફેરવી ને કસરત કરાવી જોઈએ બાળક ને ધારદાર,અણીવાળા સાધનો ની મદદ થી રમે નહીં તે કાળજી લેવી જોઈએ બાળક ને આંખ માં કાજલ નહીં લગાવવું જોઈએ. બાળક શાળા માં જાય ત્યારે બોર્ડ પર નું લખાણ વાંચવા માટે તકલીફ હોય તો તબીબ કે ઓપ્ટીશિયન ની સલાહ લેવી જોઈએ અને નંબર ના ચશમાં પહેરવા જોઈએ દૂર માટે ના નંબર ના ચશમાં કાયમ પહેરવા જોઈએ હોળી ના તહેવાર માં કોઈ પણ વ્યક્તિ ની સાથે રમત રમવી હોય તો રંગ આંખ માં ના પડે તેની કાળજી રાખવી,દિવાળી ના તહેવાર માં ફટાકડા ફોડી એ ત્યારે વડીલો ની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ જેથી કોઈ ને પણ નુકસાન ના પહોંચે ૪૦ વર્ષ પછી દર વર્ષે એક વાર આંખ ની તપાસ કરાવી લેવી જોઈએ જો નજીક ના કામ માં તકલીફ હોય તો નંબર ના ચસ્મા પહેરવા જોઈએ. મોતિયો/ઝામર/ ની તપાસ કરાવી જોઈએ અને સારવાર લેવી જરૂરી છે જો ડાયાબિટીસ ની તકલીફ હોય તો પણ દવા લેવી જરૂરી છે જેથી આંખ ના પડદા ની તકલીફ અટકાવી શકાય. આ ઉપરાંત નેત્રદાન વિશે જાણકારી આપી લોક દ્રષ્ટ્રી ચક્ષુ બેંક સુરત ગુજરાત ના કાર્ય ની માહિતી આપી જાણકારી આપી ડો પ્રફુલ્લભાઈ શિરોયા પ્રમુખ અને ટીમ થી છેલ્લા ૨૭ વર્ષ માં ૪૫૦૦૦ નેત્ર દાન સ્વીકારી ૭૫૦૦૦ લોકો ને ફરી દ્રષ્ટીપ્રદાન કરી નવજીવન આપવામાં આવ્યું હતું 

Follow Me:

Related Posts