fbpx
રાષ્ટ્રીય

જ્વાહિરીને મોતને ઘાટ ઉતારનારું આર૯એક્સ અમેરિકાનું ઘાતક હથિયાર

અલકાયદાના ચીફ અયમાન-અલ-જવાહિરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં મોત થયું છે. અમેરિકાએ જવાહિરીને મારવા માટે ઇ૯ઠ હેલફાયર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ ખાસ ટેકનિક પર કામ કરે છે અને કોઇ પ્રકારનો બ્લાસ્ટ કરતી નથી. જવાહિરીના ઘરની જે તસવીર સામે આવી છે ત્યા વિસ્ફોટના કોઇ સંકેત જાેવા મળી રહ્યા નથી. ઇ૯ઠ હેલફાયર મિસાઇલની ખાસિયત એ છે કે તે વોરહેડ લેસ મિસાઇલ છે અને નાના ટાર્ગેટ પર સટીક હુમલો કરે છે. આ મિસાઇલને નિંજા મિસાઇલ પણ કહેવામાં આવે છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં કોઇ બીજાને નુકસાન થયું નથી. જવાહિરીનો જીવ પણ આવા ધારદાર બ્લેડ્‌સે લીધો છે.

ઇ૯ઠ હેલફાયર મિસાઇલમાં ઇનબિલ્ટ સેન્સર લાગેલા હોય છે જે ફક્ત ટાર્ગેટને નિશાન બનાવે છે. આ મિસાઇલ લેઝરથી લેસ હોય છે અને જેવી ટાર્ગેટ પર ડ્રોપ કરવામાં આવે જેનાથી બચવું અશક્ય બની જાય છે. ઇ૯ઠ હેલફાયર મિસાઇલ દુનિયાની સૌથી વધારે એડવાન્સ હથિયારોમાંથી એક છે જે પલક ઝપકાવતા જ દુશ્મનને ઢેર કરે છે. આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં બારુદ હોતો નથી. મિસાઇલમાંથી ચાકુ જેવા બ્લડ નીકળે છે જે કોઇને કાપી નાખે છે. બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન ૨૦૧૧માં ઇ૯ઠ હેલફાયર મિસાઇલને ડેવલપ કરવામાં આવી હતી.

પ્રથમ વખત આ મિસાઇલ ૨૦૧૭માં તૈનાત કરવામાં આવી હતી અને અમેરિકાએ અલ કાયદાના આતંકી અબુ અલ ખૈર અલ મસરીને ઠાર કર્યો હતો. અલ કાયદાના ચીફ અલ જવાહિરીને સતત પોતાના ઘરની બાલકનીમાં આવવાની આદત હતી અને હેલફાયર ઇ૯ઠ મિલાઇલથી જવાહિરી પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે પોતાના ઘરની બાલકનીમાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે ૨૫ મિલિયન ડોલરનું ઇનામ હતું.

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ ૩૦૦૦ લોકોના મોત થયા હતા. રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.

Follow Me:

Related Posts