રાજ્ય સાથે દેશના અનેક શહેરોમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ગેંગને સુરત પોલીસે પકડી પાડી છે. સુરતના મહિધરપુરાના જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાતાં આ સમગ્ર ઘટના બહાર આવી છે. જ્વેલર્સમાં બેથી ત્રણ મહિલાઓ સોનાની ચેઈનની ખરીદી કરવા આવી અને વેપારીને વાતોમાં પરોવીને ૯ સોનાના ચેઈન સેરવી લીધી હતી. ચોરી બાદ પોલીસે ઝ્રઝ્ર્ફને આધારે તપાસ કરી, તો આ ગેંગ મહારાષ્ટ્રના માલેગાંવથી ઝડપાઈ છે. હાલ તો પોલીસે એક પુરુષ અને એક મહિલાને પકડ્યા છે. જાે કે, ગેંગમાં ૩ મહિલા અને એક પુરુષ સામેલ છે. પોલીસે માલેગાંવથી આ ગેંગ પકડીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો છે કે, દેશમાં અલગ અલગ શહેરોને તે ટાર્ગેટ કરતા હતા. ગુજરાતની સાથે રાજ્ય બહાર પણ આ ગેંગે અસંખ્ય ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતી ગેંગને સુરત પોલીસે મહારાષ્ટ્રના માલેગાંવથી પકડી પાડી

Recent Comments