જ્હાન્વી કપૂરની ફિલ્મ ગૂડ લક જેરીનું પોસ્ટર સામે આવ્યું
જ્હાન્વી કપૂરે અપકમિંગ ફિલ્મ ગૂડ લક જેરીનું પ્રમોશન શરૂ કરી દીધું છે. ૨૯મી જુલાઈએ ડિઝની હોટ સ્ટાર પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર શેર કરીને જ્હાન્વીએ ઉત્સુકતા ઊભી કરવા પ્રયાસ કર્યો છે. પોસ્ટરમાં જ્હાન્વી ગુંડાઓની ગેંગની વચ્ચે બેઠી છે અને ગભરાયેલી લાગે છે. આ પોસ્ટરને શેર કરતાં જ્હાન્વીએ કેપ્શનમાં લખ્યું છે, મળો મારા બિઝનેસ પાર્ટનર્સને. પૂછ્યા વગર તમને બતાવી દીધા છે, હવે કંઈ ગરબડ ના થાય ગૂડ લક નહીં કહો? આ સાથે જ્હાન્વીએ ફિલ્મની રિલીઝ ડેટ પણ એનાઉન્સ કરી છે.
આનંદ એલ રાય પ્રોડક્શને તૈયાર કરેલી આ ફિલ્મને સિદ્ધાર્થ સેનગુપ્તાએ ડાયરેક્ટ કરી છે અને ફિલ્મના લેખક પંકજ મેહતા છે. સ્ટાર કાસ્ટમાં જ્હાન્વીની સાથે સુશાંત સિંહ, દીપક ડોબરિયાલ, નીરજ સૂદ અને મીતા વશિષ્ઠ છે. મોટા બેનરની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર લથડિયા ખાઈ રહી છે તેવા સમયે જ્હાન્વીની અપકમિંગ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાનો ર્નિણય મેકર્સ અને સ્ટાર્સ બંને માટે લાભદાયક મનાય છે.
Recent Comments